પિતાની નહીં પણ માતાની અટકથી જાણીતા છે આ બોલીવુડ સ્ટાર
Entertainment News : કોઇપણ વ્યક્તિની ઓળખાણ તેના નામથી હોય છે. લગભગ લોકો પોતાના પિતાની અટકથી ઓળખાય છે. એનુ કારણ પૈતૃત્વ સમાજ છે. સમાજમાં નામ અને વંશ પિતાનું આપવામાં આવે છે. સમાજમાં પિતાનું નામ ઇચ્છા નહીં પણ એક દબાવ છે, જે સમાજ ઉપર આપણે નાંખીએ છે.
આવામાં ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ તેમના નામ સાથે માતા અને પિતા બંનેનું નામ રાખે છે, જ્યારે કેટલાક એવા સેલેબ્સ છે, જેઓ તેમની અટકમાં ફક્ત માતાના નામનો ઉપયોગ કરે છે.

સંજય લીલા ભણસાલી - રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે, અને તેથી જ તેઓ તેમના નામની આગળ તેમની માતાનું નામ એટલે કે લીલા ભણસાલી લગાવે છે. આ તેણે બાળપણમાં જ કર્યું હતું. તે પોતાની સફળતાનો તમામ શ્રેય તેની માતાને આપે છે.
સાયરા બાનુ - સાયરાની માતાનું નામ નસીમ બાનુ અને પિતાનું નામ મિયાં એહસાન-ઉલ-હક હતું. સાયરા બાનુએ હંમેશા તેની માતાની અટકનો ઉપયોગ કર્યો છે. લગ્ન બાદ પણ તેણે ક્યારેય પોતાનું નામ બદલ્યું નથી.
કોંકણા સેન - કોંકણા સેન શર્મા બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે જે આઉટ ઓફ ધ બોક્સ પાત્રો ભજવે છે. કોંકણા તેના નામનો સરનેમ તેની માતા અને પિતાની અટક બંને સાથે લગાવે છે. તેમના પિતાનું નામ મુકુલ શર્મા અને માતાનું નામ અપર્ણા સેન છે.
ઈમરાન ખાન - બોલીવુડમાં એક સમયે પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કરનાર ઈમરાન ખાને તેની માતાની અટક પણ અપનાવી છે. ઉલ્લેખનીય છે કે, ઇમરાનના માતા-પિતાનું નામ નુઝરત ખાન અને અનિલ પટેલ છે, પરંતુ તેણે પટેલને છોડીને ખાન સરનેમ રાખવાનું વધુ સારું માન્યું હતું.
લિસા હેડન - બાળપણમાં, લિસાએ વિદેશ પ્રવાસ દરમિયાન પાસપોર્ટ માટે તેની માતાનો પાસપોર્ટ બતાવવો પડતો હતો, કારણ કે તે સમયે બાળકોના પાસપોર્ટ બનાવવામાં આવતા ન હતા. ત્યારથી તેણે તેની માતાની અટકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. લિસાના પિતાની અટક વેંકટ છે અને તે સાઉથ ઇન્ડિયન છે અને તેની માતાનું નામ અન્ના હેડન છે, જે ઓસ્ટ્રેલિયન છે.












Click it and Unblock the Notifications
