Entertainment News : મારું યૌન શોષણ એક સુપરસ્ટાર હતો, સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલિનો ખુલાસો
Entertainment News : સોમી અલી હિંદી સિનેમાની એવી અભિનેત્રીમાં સામેલ છે, જેમણે 90ના દશકમાં ઘણી નામના મેળવી છે. જોકે, 90ના દાયકા બાદ તે ફિલ્મી દુનિયામાં સક્રિય નહીં નથી. હાલ તે વિદેશમાં રહે છે. સોમી અલીનું માન સલમાન ખાનની સાથે જોડાતું રહે છે.
વાસ્તવમાં સોમી અલી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. તાજેતરમાં જ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ લખી છે. આમાં તે તેના શોષણ કરનાર વિશે વાત કરતી જોવા મળી રહી છે.

સોમીએ સોશિયલ મીડિયા પર પોસ્ટર અને વીડિયો દ્વારા અપમાનજનક સંબંધો વિશે વાત કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ તેના પૂર્વ બોયફ્રેન્ડ એટલે કે સલમાન ખાનનું નામ પણ લીધું છે. સોમી અલીએ લખેલી નોટની સાથે હેશટેગમાં સલમાન ખાન, જિયા ખાન, બિલ કોસ્બી અને હાર્વે વેઈનસ્ટીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોમીએ જણાવ્યું હતું કે, તેમના પર પોસ્ટ્સ હટાવવા માટે પણ દબાણ કરવામાં આવશે.
સોમી અલીએ લખ્યું છે કે, તેની માનસિક સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવશે અને દારૂ પીવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે, પરંતુ તેમ છતાં તે ચોક્કસપણે તેનું સત્ય કહેશે. આ પોસ્ટમાં સોમી અલીએ સુભાષ ઘાઈનું નામ પણ લીધું છે. જોકે, આ પોસ્ટ શેર કરવા પાછળનું તેમનું કારણ શું હતું, તેનો ખુલાસો હજુ થયો નથી.
સોમી અલીએ લખ્યું હતું કે, મને આ પોસ્ટ હટાવવા માટે કહેવામાં આવશે, મારી માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવવામાં આવશે. મારી દારૂની લત વિશે વાત કરવામાં આવશે પરંતુ હું હજુ પણ અડગ રહીશ. કારણ કે તમે તે અપમાન અને ત્રાસનો સામનો કર્યો નથી. કોઈ મારી પડખે ઊભું ન હતું. કારણ કે, મારો શોષણ કરનાર સુપરસ્ટાર હતો. મારા મિત્રો પણ તેની પડખે ઉભા હતા. તે તમારી કારકિર્દી બનાવી શકે છે અથવા બગાડી શકે છે.
સોમી અલીએ આગળ લખ્યું હતું કે, એક ખૂબ જ સુંદર વ્યક્તિએ જણાવ્યું હતું કે, દુર્વ્યવહાર કરનાર ખૂબ જ સુંદર વ્યક્તિ છે. અહીં હું એવા અભિનેતાને ટાંકી રહી છું કે, જેના માટે મને ખૂબ માન છે, પરંતુ તે આંખે પાટા બાંધીને કેમ ઊભો છે. અહીં જોવાની વાત એ છે કે, તમે મને ક્યારેય ચૂપ કરી શકશો નહીં. આ એક એક હોરર ફિલ્મ જેનો અંત સુખદ હશે.












Click it and Unblock the Notifications
