Entertainment News : પાકિસ્તાનમાં હીટ રહી છે આ બોલીવુડ ફિલ્મો, જાણો ટોપ 10 લીસ્ટ
Entertainment News : હિન્દી સિનેમા ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં લોકપ્રિય છે. જે કારણે વિદેશમાંથી પણ બોલીવુડની ફિલ્મો કરોડોની કમાણી કરે છે.
આવામાં સવાલ એ થાય કે પાડોશી દેશ પાકિસ્તનમાં પણ બોલીવુડની ફિલ્મોનો ક્રેઝ જોવા મળે છે કે કેમ? આ અહેવાલમાં આપણે જાણીશું છે કે પાકિસ્તાનમાં સૌથી વધુ કમાણી કરનારી 10 ફિલ્મો કઇ છે.

બોલીવુડ ફિલ્મોએ દર્શકોના દિલ જીતીને પાકિસ્તાના બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. આ યાદીમાં સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીની ફિલ્મોનો સમાવેશ થાય છે.
ધૂમ 3 - 20 ડિસેમ્બર, 2013ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'ધૂમ 3'માં આમિર ખાન અને કેટરિના કૈફની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મે ન માત્ર ભારતમાં સારું કલેક્શન કર્યું હતું, પરંતુ તેણે પાકિસ્તાનમાં પણ જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પીકે - અંધશ્રદ્ધાના મુદ્દા પર આધારિત પીકે, 19 ડિસેમ્બર, 2014 ના રોજ સિનેમા હોલમાં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને અનુષ્કા શર્માની જોડી જોવા મળી હતી. આ ફિલ્મે ભારતમાં સારો બિઝનેસ કર્યો હતો. આ સાથે, તેણે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર સારી કમાણી કરીને તેના ખાતામાં 22 કરોડ રૂપિયા પણ ઉમેર્યા હતા.
વેલકમ બેક - કોમેડી જોનરની ફિલ્મ વેલકમ બેકને પણ પાકિસ્તાની દર્શકોએ ખૂબ વખાણી હતી. જ્હોન અબ્રાહમ, પરેશ રાવલ, નાના પાટેકર, અનિલ કપૂર અને શ્રુતિ હાસન અભિનીત આ ફિલ્મે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર રૂપિયા 9.5 કરોડની કમાણી કરી હતી.
દિલવાલે - શાહરૂખ ખાન, કાજોલ, વરુણ ધવન અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ દિલવાલેને ક્રિટિક્સે અને પ્રેક્ષકો બંને દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. પાકિસ્તાનમાં પણ ફિલ્મને અપાર પ્રેમ મળ્યો. પરિણામે તેમણે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બજરંગી ભાઈજાન - ભાઈજાન એટલે કે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન એ પાકિસ્તાનમાં પણ તેની સફળતાને લહેરાવી હતી. આ ફિલ્મે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર 23 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
સંજુ - 29 જૂન, 2018ના રોજ રિલીઝ થયેલી સંજય દત્તની બાયોપિક સંજુ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે માત્ર ભારતમાં જ ખાસ્સી કમાણી કરી નથી, પરંતુ તેમણે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર 37 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સુલતાન - સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુલતાન એ પાકિસ્તાની દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ફિલ્મે પાકિસ્તાની બોક્સ ઓફિસ પર 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
