આ સેલિબ્રિટીને હોટલ સ્ટાફે ધક્કા મારીને કરી બહાર, તો આ રીતે લીધો બદલો

પૂર્વ મિસ ફિનલેન્ડ એરિકા હેલિન બિકીની ટોપ અને સ્કર્ટ પહેરીને હેલસિંકીની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગઈ હતી. તેનું ટોપ લાલ રંગનું હતુ.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને ફોર્મર મિસ ફિનલેન્ડ એરિકા હેલિને પોતાની જીવન સાથે જોડાયેલો પ્રસંગ શેર કર્યો છે, જે કારણે તેનું નામ હેડલાઇન્સમાં છે. એરિકા હેલિને પોતાની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અતિ બોલ્ડ ફોટોસ શેર કરતી રહે છે. તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે પોતાના ફેન્સના દિલમાં રાજ કરે છે. આ વચ્ચે તેણે પોતાની સાથે થયેલી એક વિચિત્ર ઘટના શેર કરી છે.

સ્ટાફે હોટલમાં ન આપ્યો પ્રવેશ

સ્ટાફે હોટલમાં ન આપ્યો પ્રવેશ

યુકેની ન્યૂઝ વેબસાઈટ 'ડેઈલી મેઈલ'માં છપાયેલા અહેવાલ મુજબ પૂર્વ મિસ ફિનલેન્ડ એરિકા હેલિન બિકીની ટોપ અને સ્કર્ટ પહેરીનેહેલસિંકીની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગઈ હતી. તેનું ટોપ લાલ રંગનું હતું અને તેના પર નાના હાર્ટ પણ બનાવવામાં આવ્યા હતા.

જોકેલુકમાં તે મહદ અંશે બ્રા જેવી દેખાતી હતી, પરંતુ જ્યારે તે રેસ્ટોરન્ટમાં પહોંચી તો ત્યાં તૈનાત સ્ટાફે તેને એન્ટ્રી આપવાની ના પાડીદીધી હતી.

એરિકાએ ખૂબ બોલ્ડ ટોપ પહેર્યું હતું

એરિકાએ ખૂબ બોલ્ડ ટોપ પહેર્યું હતું

રેસ્ટોરન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, તેમના સ્ટાફે આ બ્યુટી ક્વીનને એન્ટ્રી આપવાનો ઇન્કાર કર્યો હતો. કારણ કે, તેણે ખૂબ જ બોલ્ડ ટોપ પહેર્યું હતું.

જોકે, મેડમના ગુસ્સાનું એક કારણ એ પણ હતું કે, સ્ટાફે તેને જણાવ્યું કે, બાર શિષ્ટ લોકો માટે છે, તેથી તે અશ્લીલતા દર્શાવતા કપડાં પહેરીને અંદર ન આવી શકે. જ્યારે એરિકાએ આનો વિરોધ કર્યો તો મહિલા બાઉન્સરે તેનો હાથ પકડીને બહારનો રસ્તો બતાવ્યો હતો.

રેસ્ટોરન્ટની બહાર ધકેલી દીધી

રેસ્ટોરન્ટની બહાર ધકેલી દીધી

સુંદર બીચ હોય કે હોટેલ કે બાર, દેશ અને દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકો વિચિત્ર કપડાં પહેરીને જવાનું પસંદ કરે છે. હવેતો આવી જગ્યાએ પણ જો કોઈ કોઈની ડ્રેસિંગ સેન્સની ફરિયાદ કરે તો તેને શું કહેવાય?

હવે આ બોલ્ડ કપડાઓને કારણે જ્યારે ભૂતપૂર્વસૌંદર્ય સ્પર્ધા વિનરને રેસ્ટોરન્ટની બહાર ધકેલી દેવામાં આવી, ત્યારે તે ખૂબ જ રોષે ભરાઇ ગઈ હતી.

કર્યું અપમાન

કર્યું અપમાન

આ દરમિયાન તેણીની સુંદર સાંજને બરબાદ કરવા બદલ ખૂબ જ ખરાબ લાગ્યું અને ઘણું અપમાન થયું હતું. એરિકાએ પરિસ્થિતિ સમજી અને શાંતિથી ત્યાંથી ચાલ્યા જવાનું શ્રેષ્ઠ માન્યું હતું.

ટિકિટ લેતી વખતે તેમના સ્ટાફે તેની જાણ કરવી જોઈતી હતી

આ ઘટનાના થોડા દિવસો બાદ તેણે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે, તેને કેવું લાગ્યું. પોતાની પોસ્ટમાં એક જ ટોપ સાથે અનેક ફોટા પોસ્ટ કરતા તેણે લખ્યું કે, આ તે વિવાદાસ્પદ ટોપ છે, જેના કારણે મારે અપમાનિત થવું પડ્યું છે.

આ પછી, અન્ય એક પોસ્ટમાં, તેણે બિકીની પહેરેલો ફોટો પોસ્ટ કર્યો અને તે રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને બિકીની અને બિકીની ટોપ વચ્ચેનો તફાવત જણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો રેસ્ટોરન્ટનો ડ્રેસ કોડ હતો, તો ટિકિટ લેતી વખતે તેમના સ્ટાફે તેની જાણ કરવી જોઈતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X