એક્સ બોયફ્રેન્ડ્સ આર નોટ વેલકમ : કેટરિના-વિકીના લગ્નમાં આ પૂર્વ પ્રેમિઓને આમંત્રણ નહીં
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન અત્યારે બી ટાઉનમાં સૌથી વધુ ચર્ચામાં છે. જો કે, કપલ આ લગ્નને સિક્રેટ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ રોજેરોજ લગ્ન સાથે જોડાયેલી કેટલીક નવી માહિતીઓ સામે આવી રહી છે.
મુંબઈ : કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન અત્યારે બી ટાઉનમાં સૌથી વધુ ચર્ચામાં છે. જો કે, કપલ આ લગ્નને સિક્રેટ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ રોજેરોજ લગ્ન સાથે જોડાયેલી કેટલીક નવી માહિતીઓ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટરિનાએ તેના ખાસ મિત્રોને લગ્નનું આમંત્રણ મોકલ્યું છે.

સલામન અને રણબીરને આમંત્રણ નહીં
આવા સમયે સમાચાર એ પણ આવી રહ્યા છે કે, તેણે તેના પૂર્વ બોયફ્રેન્ડને આમંત્રણ આપ્યું નથી. પહેલા એવા અહેવાલ હતા કે, તેણે સલમાન ખાનને લગ્નનું કાર્ડઆપ્યું નથી, હવે અહેવાલ છે કે, કેટે રણબીર કપૂરને પણ આમંત્રણ મોકલ્યું નથી.
ઉલ્લેખીય છે કે, કેટરીના અને રણબીર એક સમયે રિલેશનશિપમાં હતા. જગ્ગા જાસૂસફિલ્મ પહેલા બંનેનું બ્રેકઅપ થયું હતું.

કોને મળ્યું લગ્નમાં આમંત્રણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ-વિકી કૌશલના લગ્ન માટે લગભગ 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સેલેબ્સમાં કબીર ખાન, મિની મધુર, ફરાહખાન, અલી અબ્બાસ ઝફર, કરણ જોહર પણ શામેલ છે. અહેવાલ છે કે, બંનેએ તેમના લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે.
યુગલના લગ્નનીસંગીત સેરેમનીનું કોરિયોગ્રાફ કરણ જોહર અને ફરહા ખાન કરશે. કેટરીના વતી ફરાહ કોરિયોગ્રાફ કરશે અને વિકી વતી કરણ કોરિયોગ્રાફર હશે. બંનેની સંગીત સેરેમની7 ડિસેમ્બરના રોજ થશે અને કપલ 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. બંને રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા જઈરહ્યા છે.

કરી શકે છે કોર્ટ મેરેજ
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, બંને કોર્ટમાં પરંપરાગત લગ્ન પહેલા લગ્ન કરશે. તો લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો કપલ શુક્રવારના રોજ કોર્ટ મેરેજ કરી શકે છે.
પિંકવિલાના રિપોર્ટ અનુસાર આ કપલના ખૂબ જ નજીકના એક સૂત્રએ આ વિશે માહિતી આપી છે. સૂત્રએ ઉમેર્યું હતું કે, કેટરિના અને વિકી તેમના પરિવાર સાથે કોર્ટમાંજશે.
બંને તેમના લગ્નને ઔપચારિક બનાવવા માટે રજિસ્ટાર અને ત્રણ સાક્ષીઓની હાજરીમાં એક ઘોષણાપત્ર પર સહી કરશે. કોર્ટ મેરેજ બાદ તે લગ્નની બાકીનીતૈયારીઓ માટે પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન જશે.
ઉલ્લેખીય છે કે, VIP મહેમાનોની સુરક્ષાની જવાબદારી જયપુરની MH સિક્યુરિટી કંપનીને આપવામાંઆવી છે. આ દરમિયાન 100 બાઉન્સર હોટલની બહાર સુરક્ષા હેઠળ તૈનાત રહેશે.












Click it and Unblock the Notifications
