TMKOC ના ફેન્સને લાગશે વધુ ઝટકો, હવે જેઠાલાલ શોમાંથી...
પ્રખ્યાત ટેલિવિઝન શો તારક મેહતા કા ઉલટા ચશ્મા ગત 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ ટેલિવિધન શોના તમામ પાત્રોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ઘણા કલાકારોએ આ શો છોડ્યો છે, તો ઘણા કલાકારો પાછળથી શોમાં જોડાયા છે. તાજેતરમાં ઘણા વિવાદોને કારણે આ શો વિવાદોમાં ઘેરાયેલો રહે છે.
તારક મેહતા શોના ઘણા પાત્રોએ તેના નિર્માતા અસિત કુમાર મોદી પર વિવિધ આરોપો લગાવ્યા છે. કલાકારોના મતે અસિત મોદીનું તેમના પ્રત્યેનું વર્તન બિલકુલ સારું ન હતું. આવી સ્થિતિમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. હાલમાં સમાચાર છે કે, શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશી પણ થોડા સમય માટે શોમાંથી બ્રેક લઈ રહ્યા છે.

શોમાંથી થોડા દિવસો માટે બ્રેક લઈ રહ્યા છે જેઠાલાલ - હાલમાં જ જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા એક્ટર દિલીપ જોશીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે, તે શોમાંથી થોડો સમય બ્રેક લેવા જઈ રહ્યો છે.
અહેવાલ છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનારા અભિનેતા દિલીપ જોશી તેમના પરિવાર સાથે તાન્ઝાનિયાની ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેણે શોમાંથી થોડો બ્રેક લીધો છે.
ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છે દિલીપ જોષી - દિલીપ જોશી સોશિયલ મીડિયા પર બિલકુલ એક્ટિવ નથી, પરંતુ તેમ છતાં તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની ધાર્મિક યાત્રાઓ વિશે જણાવ્યું છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન જેઠાલાલનું પાત્ર થોડા દિવસો માટે શોમાંથી ગાયબ રહી શકે છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે કલાકારોને ભાગ્યે જ બ્રેક મળે છે અને આ વખતે જેઠાલાલ એટલે કે, દિલીપ જોશીએ તેમના પ્રવાસ માટેના શેડ્યૂલમાંથી બ્રેક લીધો છે.
અબુધાબીની મુલાકાતે જશે જેઠાલાલ - જેઠાલાલે શોમાંથી બ્રેક લીધાના સમાચારે તેમના ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલીપ જોશીએ સોશિયલ મીડિયા પર પોતાની ધાર્મિક યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોમાં દિલીપ જોશીએ એમ પણ કહ્યું છે કે, તેઓ તેમની ધાર્મિક યાત્રા દરમિયાન અબુ ધાબી પણ જશે.
શોમાં ઉજવાઈ રહ્યો છે ગણેશ ઉત્સવ - મળતી માહિતી મુજબ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ સમયે ગોકુલધામના લોકોએ ગણેશ ચતુર્થીની ઉજવણી શરૂ કરી દીધી છે અને બાપાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેઠાલાલે ખુલાસો કર્યો કે, તેઓ આ વખતે ગણેશોત્સવનો ભાગ બની શકશે નહીં. બાપાનું સ્વાગત અને પ્રથમ આરતી કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થશે. આ દ્રશ્ય એ સંકેત છે કે, જેઠાલાલ થોડા દિવસો માટે શોમાંથી બહાર જાય છે. કારણ કે, તેઓ શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે જેથી તે ધાર્મિક યાત્રા પર જઈ શકે.












Click it and Unblock the Notifications
