Jiah Khan Case : જિયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, સુરજ પંચોલી નિર્દોષ જાહેર

Jiah Khan Case : મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિયા ખાન કેસમાં 20 એપ્રિલ, 2023 શુક્રવાર સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આ કેસમાં નિર્ણય આવ્યો છે અને સૂરજ પંચોલીને કોર્ટમાંથી રાહત મળી છે અને તેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન આત્મહત્યા કેસમાં મુંબઇની એક અદાલતે 28 એપ્રિલ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ ન્યાયાધીશ એએસ સૈયદે ગત 20 એપ્રિલ, 2023ની અંતિમ દલીલો પુરી કરી લીધી હતી. આ કેસમાં સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

Jiah Khan Case

ઉલ્લેખનીય છે કે, આ જીયા ખાને પોતાના ઘરે 3 જૂન, 2013 ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાન તેની માતા રાબિયા ખાનને પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી.

જિયા ખાને કથિત રીતે બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સાથેના તેના તણાવપૂર્ણ સંબંધોનું વર્ણન કરતો 6 પાનાની આત્મહત્યા ચિઠ્ઠી લખી હતી. જેના આધારે સૂરજ પંચોલી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો હતો.

જે બાદ મુંબઈ પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી અને બાદમાં 1 જુલાઈ, 2013ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા સૂરજ પંચોલીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X