સેક્સ્યુઅલ પ્રેફરન્સને જાહેર કરવા મુદ્દે કંગના રનૌત ભડકી,કહ્યું-તેને તમારા બેડ સુધી સિમિત રાખો
બોલિવૂડન બડબોલી અભિનેત્રી અને વિવાદોની ક્વિન કંગના રાણાવત સતત બબાલ કરતી રહે છે. તે પોતાના નિવેદનોને કારણે સતત વિવાદમાં રહે છે.
હવે કંગના સેક્સ્યુઅલ પ્રેફરન્સ પર વાત કરતા ભડકી છે અને તેને અંગત રાખવા સલાહ આપતી જોવા મળી છે.

કંગનાએ સેક્સ્યુઅલ પ્રેફરન્સને લઈને જાહેરમાં વાત કરવા લોકોને આડે હાથ લીધા હતા. કંગના માને છે કે વ્યક્તિ જીવનમાં શું કરે છે તે તેની વ્યાખ્યા કરે પરંતુ તે પથારીમાં શું કરે છે તે બતાવવાની અને વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી.
કંગનાએ ઘણા ટ્વિટ કરીને પોતાની ભડાસ કાઢી હતી. તેણે લખ્યું કે, તમે પુરુષ છો, સ્ત્રી છો, ગમે તે હોય, તમારા સિવાય તમારા લિંગનું કોઈ મહત્વ નથી. આધુનિક વિશ્વમાં આપણે અભિનેત્રીઓ કે મહિલા દિગ્દર્શક જેવા શબ્દો પણ વાપરતા નથી, આપણે તેમને અભિનેતા અને દિગ્દર્શક કહીએ છીએ.
Whether you are a man/woman/ anything else your gender is of no consequence to anyone but you, please understand. In Modern world we don't even use words like actresses or female directors we call them actors and directors. What you do in the world is your identity, not what you…
— Kangana Ranaut (@KanganaTeam) April 28, 2023
કંગનાએ કહ્યું કે, સૌથી અગત્યનું છે કે તમારા લિંગ સાથે સહમત ન હોય તેવા દરેકનું ગળું કાપવા માટે છરી લઈને ન ફરો. હું ફરીથી કહું છું કે તમારું લિંગ તમારી ઓળખ નથી, તેને તે રીતે ન બનાવો. કંગનાના આ ટ્વિટ પછી લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
