Kashmera Shah : કશ્મીરાને મા બનવામાં 14 વાર મળી નિષ્ફળતા, પછી કર્યું આ કામ
કાશ્મીરાએ ગર્ભવતી બનવા માટે IVF ટેકનિકનો સહારો લીધો હતો. આ કારણે અભિનેત્રીનું વજન ઘણું વધી ગયું હતું. જોકે, વારંવારના પ્રયત્નો બાદ પણ કાશ્મીરા અને કૃષ્ણાને સફળતા મળી રહી ન હતી.
Kashmera Shah : ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચીત કપલ્સની વાત આવે છે, ત્યારે કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. કૃષ્ણા અને કશ્મીરાની કેમેસ્ટ્રી પણ જોવા મળે છે. આજે આપણે કૃષ્ણા અને કશ્મીરાના માતાપિતા બનવા અને સલમાન ખાને કરેલી તેમની મદદ વિશે વાત કરીશુ.

કાશ્મીરાએ એક-બે વાર નહીં, પરંતુ 14 વખત પ્રેગ્નન્ટ થવાનો પ્રયાસ કર્યો
ઉલ્લેખનીય છે કે, કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહના લગ્ન 2013માં થયા હતા, જ્યારે 2017માં તેઓ માતા-પિતા બન્યા હતા. જોકે, તેબધું એટલું સરળ ન હતું. રિપોર્ટ્સનું માનીએ તો કાશ્મીરાએ એક કે બે વાર નહીં, પરંતુ 14 વખત પ્રેગ્નન્ટ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુતેને સફળતા મળી ન હતી.

IVF સારવાર પણ નિષ્ફળ ગઈ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કાશ્મીરાએ ગર્ભવતી બનવા માટે IVF ટેકનિકનો સહારો લીધો હતો. આ કારણે અભિનેત્રીનું વજન ઘણુંવધી ગયું હતું.
જોકે, વારંવારના પ્રયત્નો બાદ પણ કાશ્મીરા અને કૃષ્ણાને સફળતા મળી રહી ન હતી, આ દરમિયાન સલમાન ખાનદેવદૂતની જેમ તેમના જીવનમાં આવ્યો હતો.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સલમાન ખાને જ કૃષ્ણા અભિષેકને સલાહ આપીહતી કે, તે કરિશ્મા સાથે સરોગસી દ્વારા તેના બાળકની યોજના કરે.

સરોગસીથી બની માતા
કહેવાય છે કે, સલમાન ખાનની સલાહ બાદ જ કશ્મીરા અને કૃષ્ણા સરોગસી દ્વારા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. એક ઈન્ટરવ્યુમાં આવાતનો ઉલ્લેખ કરતા કૃષ્ણાએ પોતે જણાવ્યું હતું કે, તે એક સંપૂર્ણ માનવ છે.
ઉલ્લેખનીય છે કે, કશ્મીરા સરોગસી દ્વારા માતા બન્યા બાદએવા અહેવાલો આવ્યા હતા કે, અભિનેત્રીએ જાણી જોઈને આ પગલું ભર્યું છે. કારણ કે, તે ઈચ્છતી ન હતી કે, તેનું ફિગર બગડે. જોકે,કાશ્મીરાએ આ આરોપોને માત્ર અફવા ગણાવી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
