Kriti Verma Money Laundering Case : ટેક્સ અધિકારીમાંથી એક્ટ્રેસ બની, હવે 263 કરોડોના મની લોન્ડ્રિગ કેસમાં ફસાઇ

Kriti Verma Money Laundering Case : બિગ બોસ 12માં જોવા મળેલી કૃતિ વર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેની સામે મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. તેના પર 263 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિગનો આરોપ છે.

Kriti Verma Money Laundering Case : પૂર્વ સરકારી અધિકારી કૃતિ વર્માનું નામ 263 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિગ કેસમાં સંડોવાયું છે. જેની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં કૃતિ અભિનેત્રી છે. જે મોટા શો જેવા કે, રેડીઝ અને બિગ બોસ સિઝન 12માં જોવા મળી હતી.

કૃતિ વર્મા પર આરોપ છે કે, તેણે ગેરકાયદેસર પૈસા એકઠા કર્યા છે, અને આ પૈસા સંબંધિત આયકર વિભાગમાં ફેક ટેક્સ રિફંડ મેળવ્યું છે.આ કારણે ઇડી દ્વારા તેને ઘણીવાર પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી ચૂકી છે.

Kriti Verma

ગત વર્ષે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આવકવેરા વિભાગના વરિષ્ઠ કર સહાયક તાનાજી મંડલ અધિકારી, ભૂષણ પાટીલ, એક વેપારી અને અન્ય લોકો સામે છેતરપિંડી કરીને ટેક્સ રિફંડ જાહેર કરવા બદલ કેસ નોંધ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે, 2007-08 અને 2008-09માં નકલી ટેક્સ રિફંડ મેળવ્યા હતા. જ્યારે સીબીઆઈએ દિલ્હીમાં તપાસ શરૂ કરી, તો ઈડી પણ તેમાં સામેલ થઈ ગઈ હતી. તેણે પીએમએલએ હેઠળ તપાસ પણ ચાલુ રાખી હતી.

EDની તપાસમાં સામે આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે આવતા પૈસા ભૂષણ પાટીલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેને બાદમાં પ્રોપર્ટી ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. આમાં કૃતિના નામનો પણ ઉલ્લેખ હતો.

આશ્ચર્યની વાત એ છે કે, કૃતિએ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું, જેના માટે તેને એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, કૃતિએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું હતું કે, આરોપો ખોટા છે. જ્યારે તેણીને ભૂષણ વિશે ખબર પડી, ત્યારે તે અલગ થઈ ગઈ હતી.

કૃતિ પર લાગેલા ગંભીર આરોપ

આરોપ છે કે, કૃતિએ આરોપીઓને મદદ કરવા માટે તેના ઉપરી અધિકારીઓના લોગિન ઓળખપત્રનો ઉપયોગ કર્યો હતો. જોકે, બાદમાં બેંકે તેના વિશે ફરિયાદ કરી હતી. કારણ કે, છેતરપિંડીની રકમ સરકારી ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પછી જ્યારે કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X