જાન્યુઆરીમાં પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરશે મૌની રોય?

જાન્યુઆરીમાં પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરશે મૌની રોય?

ટીવી બાદ ફિલ્મોમાં સતત ધમાકો કરી રહેલી મૌની રોય કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ જુબિન નૌટિયાલ સાથે તેનું એક ગીત રિલીઝ થયું જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ દિલ ગલતી કર બૈઠા હૈ ગીતની જે ટી-સીરીઝે રિમેક કરી છે. પરંતુ હાલ પર્સનલ લાઈફને લઈને પણ મૌની રોય ચર્ચામાં છે.

સમાચાર આવી રહ્યા છે કે મૌની રૉય આવતા વર્ષે જાન્યુઆરીમાં પોતાના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કરી શકે છે. ઈન્ડિયા ટુડેના એક સમાચારનું માનીએ તો મૌની રોયના કજિને એક ન્યૂઝપેપરને આ વાત જણાવી છે.

સત્તાવાર એલાન નથી થયું

સત્તાવાર એલાન નથી થયું

અહેવાલ છે કે તેમના લગ્ન કાં તો દુબઈમાં થશે અથવા તો ઈટલીમાં થશે. જો કે આ વાતને લઈ હજી સુધી કોઈ સત્તાવાર એલાન થયું નથી.

સોશિયલ મીડિયા ક્વિન

સોશિયલ મીડિયા ક્વિન

મૌની રોય હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે અને તેના વીડિયો પણ વાયરલ થતા રહે છે. મૌની રોય એક્ટ્રેસ જ નહીં સિંગર અને કથક ડાંસર પણ છે. તે મલ્ટી ટેલેંટેડ છે. પોતાની સુંદરતા ઉપરાંત પોતાની એક્ટિંગને લઈને પણ ખૂબ વખાણ મેળવે છે.

વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈ ચર્ચામાં છે અને જલદી જ મોટા પડદા પર ધમાકો કરતી જોવા મળનાર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન જેવા કલાકારો પણ જોવા મળશે.

લગ્નનું એલાન ખુદ કરશે?

લગ્નનું એલાન ખુદ કરશે?

મૌની રોય પોતાના લગ્નનું એલાન ક્યારે કરશે તેનો હાલ લોકો ઈંતેજાર કરી રહ્યા છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ માત્ર એક ગોશિપ છે પરંતુ કંઈપણ થઈ શકે છે.

ટીવીથી ફિલ્મો સુધીની સફર

ટીવીથી ફિલ્મો સુધીની સફર

મૌની રોયે ઘણા ઓછા સમયમાં ટીવીથી ફિલ્મો સુધીની સફર ખેડી છે અને નાગિન સીરિયલથી તે ઘણી વધુ ચર્ચામાં આવી હતી. મૌની રોયે કેટલાક ગીતોમાં પણ ઘણું સારું કામ કર્યું છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

હાલમાં જ તેની બોલ્ડ તસવીરો સામે આવી હતી અને ખુબ પસંદ પણ કરાઈ હતી. ફેન્સનું કહેવું હતું કે મૌની રોય બહુ સુંદર છે અને તેનો બોલ્ડ અંદાજ પણ ફેન્સને ખુબ પસંદ આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X