કોરોનાથી સંક્રમિત થયા બાદ નોરા ફતેહીની હાલત કફોડી, લાંબા સમયથી છે પથારીવશ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર કોવિડ પોઝિટિવ હોવાની વાત કરી હતી, જે બાદ ચાહકો તેની ચિંતા કરવા લાગ્યા હતા.

નવી દિલ્હી : બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર કોવિડ પોઝિટિવ હોવાની વાત કરી હતી, જે બાદ ચાહકો તેની ચિંતા કરવા લાગ્યા હતા. નોરાએ જણાવ્યું કે, તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

નોરાની પોસ્ટ

નોરાની પોસ્ટ

નોરાએ પોતે કોરોના હોવાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, તે હાલમાં ક્વોરેન્ટાઇન છે અને ડૉક્ટરોની દેખરેખમાં છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સને એક સંદેશલખ્યો છે અને કહ્યું છે કે, હું કોરોના સામે લડી રહી છું. કોરોનાએ મને ખરાબ રીતે ઘેરી લીધી છે. હું લાંબા સમયથી પથારીમાં હતી અને હવે હું ડોકટર્સની દેખરેખ હેઠળછું. તમે બધા સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને દરેકને અલગ રીતે અસર કરે છે. કમનસીબે મારી હાલત ખરાબ થઈ ગઈ છે અને તેકોઈને પણ થઈ શકે છે. હું મારી જાતને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છું અને તે સૌથી મહત્વપૂર્ણ છે. તમારા સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.

ગીતના પ્રમોશનમાં વ્યસ્ત હતી નોરા

ગીતના પ્રમોશનમાં વ્યસ્ત હતી નોરા

નોરા ફતેહી સિંગર ગુરુ રંધાવાના નવા ગીત 'ડાન્સ મેરી રાની'ના વીડિયોમાં જોવા મળી હતી. ગીત બહાર આવ્યું ત્યારથી નોરા અને ગુરુ તેને સતત પ્રમોટ કરી રહ્યા છે.

આ ગીતની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર હિટ થઈ ગયું હતું. વીડિયોનો ક્રેઝ એટલો છે કે, વિદેશીઓ પણ તેના તાલપર નાચી રહ્યા છે. નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આવા જ કેટલાક વીડિયો શેર કર્યા છે.

અભિનેત્રી સાથે જોડાયેલા લોકોના રિપોર્ટ કરાવવા પડશે

અભિનેત્રી સાથે જોડાયેલા લોકોના રિપોર્ટ કરાવવા પડશે

ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી તેના ગીત 'ડાન્સ મેરી રાની'ને પ્રમોટ કરવા માટે કપિલ શર્મા શો, સલમાન ખાનના 'બિગ બોસ 15 વીકેન્ડ કે વાર', 'ઇન્ડિયાઝ બેસ્ટડાન્સર'ના ઘણા શોમાં જોવા મળી હતી.

તેથી ગુરુ રંધાવા અને ડાન્સરના સંપર્કમાં આવનારા સ્ટાર્સે પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. નોરા ફતેહી પહેલા તાજેતરમાં જકપૂર પરિવારના અર્જુન કપૂર, રિયા કપૂર, શિલ્પા શિદોરકરથી લઈને અંશુલા કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હાલમાં જ કરીના કપૂર અને મલાઈકાની બહેનઅમૃતા અરોરાએ પણ કોરોના સંક્રમણથી મુક્ત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X