The Kapil Sharma show : હવે આ કોમેડી સ્ટાર પણ કપિલના શોમાં નહીં જોવા મળે, જાણો કારણ

ટેલિવિઝનનો પ્રખ્યાત કોમેડી શો The Kapil Sharma show ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ અઠવાડિયે શરૂ થઈ રહેલા આ શોમાં કેટલાક જૂના ચહેરાઓ ફરી જોવા મળશે, તો કેટલાક નવા ચહેરા પણ દર્શકોને હસાવતા જોવા મળશે.

The Kapil Sharma show : ટેલિવિઝનનો પ્રખ્યાત કોમેડી શો The Kapil Sharma show ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ અઠવાડિયે શરૂ થઈ રહેલા આ શોમાં કેટલાક જૂના ચહેરાઓ ફરી જોવા મળશે, તો કેટલાક નવા ચહેરા પણ દર્શકોને હસાવતા જોવા મળશે.

છેલ્લા કેટલાક સમયથી આ શોના ઘણા મહત્વના કલાકારોએ શો છોડી દીધો છે. તાજેતરમાં જ, શો શરૂ થવાની માહિતી સામે આવી કે તરત જ કૃષ્ણા અભિષેકના શો છોડવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન એક કલાકાર દ્વારા તેના શોથી અલગ થવાની માહિતી પ્રકાશમાં આવી છે.

ભારતીને ન જોઈને ચાહકો નિરાશ થશે

ભારતીને ન જોઈને ચાહકો નિરાશ થશે

સમાચાર મુજબ, પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહે પણ કપિલના શોથી પોતાને દૂર કરી લીધી છે. આવી સ્થિતિમાં, કપિલ શર્મા શોની નવીસીઝનમાં ભારતીને ન જોઈને તેના ચાહકો ખૂબ જ નિરાશ થશે, પરંતુ હવે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, તેણે શોની નવીસીઝનમાં કેમ કામ કરી રહી નથી. આ સવાલનો જવાબ ખુદ ભારતીએ આપ્યો છે.

તેણે શોથી દૂર રહેવા પાછળનું કારણ ફેન્સ સાથે શેર કર્યુંછે. મીડિયા સાથેની વાતચીતમાં ભારતીએ જણાવ્યું કે, તે પહેલેથી જ એક શો હોસ્ટ કરી રહી છે, જે લાંબા સમય સુધી ચાલશે.

સા રે ગા મા પા ને આપ્યું કમિટમેન્ટ

સા રે ગા મા પા ને આપ્યું કમિટમેન્ટ

ભારતીએ કહ્યું કે, મેં સા રે ગા મા પા માટે કમિટમેન્ટ આપ્યું હતું, પરંતુ જો સા રે ગા મા શો અને કપિલ શર્મા શોની ટાઈમ ક્લેશ નહીં થાયતો તમે મને વચ્ચે વચ્ચે શોમાં જોઈ શકશો.

આ દરમિયાન ભારતીએ એમ પણ કહ્યું કે, હવે હું મા પણ બની ગઈ છું, તો મને દરેક શોમાંજોવાની આદત ના પાડો, પરંતુ હું તમને વચ્ચે વચ્ચે દેખાતી જ રહીશ. ભારતીની આ વાત સાંભળીને કેટલાક લોકો ખુશ થશે, તો કેટલાકએવા પણ છે, જેઓ તેનાથી થોડા નિરાશ થશે.

કૃષ્ણા અભિષેક હવે આ શોનો ભાગ નહીં હોય

કૃષ્ણા અભિષેક હવે આ શોનો ભાગ નહીં હોય

કપિલ શર્મા શોની વાત કરીએ તો મેકર્સે શોની નવી સીઝનની રિલીઝ ડેટ જાહેર કરી છે. દર્શકોનો ફેવરિટ શો 10મી સપ્ટેમ્બરથી દરશનિવાર અને રવિવારના રોજ સોની ચેનલ પર પ્રસારિત થશે. દર્શકો રાત્રે 9:30 કલાકથી તેમના ટીવી પર આ શો જોઈ શકશે.

આ વખતેજ્યાં કૃષ્ણા અભિષેક આ શોનો ભાગ નહીં હોય તો બીજી તરફ શોમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળવાના છે. આ સિવાય સુમોના,કીકુ શારદા, ચંદન પ્રભાકર વગેરે પણ નવી સીઝનમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X