Oh My God 2 : આ દિવસે રિલીઝ થશે ઓહ માય ગોડ 2, જાણો ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો

Oh My God 2 : વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ઓહ માય ગોડ સુપરહીટ રહી હતી. દર્શકોએ આ ફિલ્મને ખુબ જ પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મના 11 વર્ષ બાદ અક્ષય કુમાર Oh My God 2 સાથે દર્શકોનું દિલ જીતવા આવી રહ્યા છે.

પહેલા ભાગમાં અક્ષય કુમારને ભગવાન કૃષ્ણ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, હવે તે ઓહ માય ગોડ 2 માં ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નવું પોસ્ટર જોઈને ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, તેની સાથે OMG2ની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

omg2

શુક્રવારની સવારે, અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુલાસો કર્યો કે, ફિલ્મ ઓ માય ગોડ 2 11 ઓગસ્ટ, 2023 ના રોજ સિનેમાઘરોમાં આવશે. અક્ષય કુમારે લખ્યું હતું કે, આવી રહ્યા છીએ, તમે પણ આવી જજો, 11 ઓગસ્ટે. તેણે ઓહ માય ગોડ 2 નું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું.

જેમાં તેમને ભગવાન શિવના રૂપમાં બતાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઉપર હિન્દીમાં રિલીઝની તારીખ લખેલી છે, જેની નીચે OMG 2 લખેલું છે. આ દરમિયાન યામી ગૌતમે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ પોસ્ટર શેર કર્યું છે. યામી ગૌતમે લખ્યું હતું કે, તારીખ OMG2 - 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

અક્ષય કુમાર ટૂંક સમયમાં બડે મિયાં છોટે મિયાં, ઓએમજી ઓહ માય ગોડ 2, સૂરરાય પોત્રુ ની રિમેક અને હેરા ફેરી 3 જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

અભિનેતાના તમામ ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર ફિલ્મ શંકરા નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તે ઉત્તરાખંડ પણ ગયો છે. ચાર ધામની યાત્રાને લઈને અભિનેતા થોડા દિવસોથી ચર્ચામાં હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X