Oscars 2023 Presenters : દીપિકા પાદુકોણ ઓસ્કારમાં સંભાળશે મોટી જવાબદારી, ફેન્સમાં ખુશીનો માહોલ
Oscars 2023 Presenters : દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ઓસ્કાર 2023 સમારોહના પ્રસ્તુતકર્તાઓના નામ આપવામાં આવ્યા છે. આ યાદીમાં ભારતની દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.
Oscars 2023 Presenters : આ વર્ષે ઓસ્કાર 2023 ભારત માટે ઘણી ખુશીઓ લઇને આવી રહ્યો છે. આવામાં દેશવાસીઓને વધુ એક સારા સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ છેલ્લો શો અને સાઉથની સુપર બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરનું નાટુ નાટુ સોંગ ઓસ્કર માટે નોમિનેટ થયા છે.

આ સિવાય હવે સમાચાર આવી રહ્યા છે કે, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ઓસ્કાર 2023માં સામેલ થઈ ગઈ છે. હકીકતમાં, દીપિકા પાદુકોણ 13 માર્ચ, 2023ના રોજ અમેરિકામાં યોજાનાર આગામી ઓસ્કર એવોર્ડ સમારોહની પ્રસ્તુતકર્તા બનશે. દીપિકા પાદુકોણે પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી છે.

દીપિકા પાદુકોણ ઓસ્કરમાં હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ઓસ્કાર 2023 સમારોહના પ્રસ્તુતકર્તાઓના નામ આપવામાં આવ્યા છે. આ યાદીમાં ભારતની દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. આ સમાચાર ફેલાયા બાદ દીપિકા પાદુકોણના ફેન્સ ઘણા ખુશ જણાઇ રહ્યા છે. ફેન્સ માટે આ સમચાર એક ઉત્સવ સમાન છે.

ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ હાલમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને ઘણાનવા રેકોર્ડ પણ બનાવ્યા છે.
પઠાણ ફિલ્મમાં દીપિકાની એક્ટિંગ લોકોને પસંદ આવી છે. આ સાથે સાથે દીપિકા પાદુકોણનું ગીત 'બેશરમ રંગ' પણ દરેક રીતે ધૂમ મચાવતું જોવા મળી રહ્યું છે. પાર્ટીઓથી લઈને સોશિયલ મીડિયાની રીલ્સ સુધી આ ગીતનો જાદુ જોવા મળી રહ્યો છે.

દીપિકાને મળી રહ્યા છે અભિનંદન
દીપિકા પાદુકોણ ઓસ્કારની પ્રસ્તુતકર્તા બનવાના સમાચારે બોલીવુડ સ્ટાર્સમાં પણ એક અલગ જ ઉત્તેજના પેદા કરી છે. સામાન્ય લોકોથીલઈને સેલેબ્સ દીપિકા પાદુકોણને તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર અભિનંદન આપી રહ્યા છે. નેહા ધૂપિયાથી લઈને પતિ રણવીર સિંહે તેનીપોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવ્યો અને તેને અભિનંદન પાઠવ્યા છે.
દીપિકા સિવાય આ લોકો છે પ્રેઝન્ટર્સ
દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં એ પણ જણાવ્યું હતું કે, તેના સિવાય અન્ય કયા સેલેબ્સ આ વખતે ઓસ્કર 2023માં પ્રસ્તુતકર્તા હશે.
દીપિકાએ જણાવ્યું હતું કે, આ વખતે ડ્વેન જોન્સન, માઈકલ બી જોર્ડન, જેનિફર કોનેલી, સેમ્યુઅલ એલ જેક્સન, મેલિસા મેકકાર્થી, ઝો સાલ્ડાના, જોનાથન મેજર્સ, ક્વેસ્ટલવ અને ડોની યેન ઓસ્કારમાં પ્રસ્તુતકર્તા છે.
આ ઉપરાંત રિઝ અહેમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, એરિયાના ડીબોઝ, જેનેલે મોને અને સેમ્યુઅલ એલ જેક્સન પણ ઓસ્કાર પ્રસ્તુતકર્તા હશે.

વિદેશમાં ધૂમ મચાવી રહી છે દીપિકા પાદુકોણ
ઉલ્લેખનીય છે કે, હવે દીપિકા પાદુકોણનો ચાર્મ દેશની સાથે વિદેશમાં પણ દેખાવા લાગ્યો છે. કાન્સ અને અન્ય ફિલ્મ ફેસ્ટિવલનીધમાલ મચાવ્યા બાદ, દીપિકા પાદુકોણ હવે ઓસ્કારમાં હાજરી આપવા માટે તૈયારી કરી રહી છે.
મળતી માહિતી મુજબ બોલીવુડ અભિનેત્રીદીપિકા પાદુકોણ આ વખતે ઓસ્કાર સમારોહની પ્રસ્તુતકર્તા છે. જ્યારે 'નાટુ નાટુ' ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ ઓસ્કારસમારોહના મંચ પર લાઈવ પરફોર્મ કરશે.
ફિલ્મ 'RRR'ના 'નાટુ નાટુ' ગીતને ઓસ્કારની 'બેસ્ટ ઓરિજિનલ સોંગ' કેટેગરીમાં નોમિનેશનમળ્યું છે. ફિલ્મ 'છેલ્લો શો' ઉપરાંત ભારતની બે ડોક્યુમેન્ટ્રી - 'ઓલ ધેટ બ્રેથ્સ' અને 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ' પણ નોમિનેટ થઇ છે.












Click it and Unblock the Notifications
