Palak Tiwari : પલક તિવારીએ શેર કર્યો સલમાન સાથે કામ કરવાનો અનુભવ, ભાઇ વિશે કહી દીધી આ વાત

Kisi Ka Bhai Kisi Ki Jaan : પલક તિવારી તેની માતા શ્વેતા તિવારીને પણ સુંદરતા અને સ્ટાઇલની બાબતમાં માત આપે છે. પલક ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

Kisi Ka Bhai Kisi Ki Jaan : ટૂંક સમયમાં બોલીવૂડ એક્ટર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં પલક તિવારી જોવા મળશે. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઈન્ડસ્ટ્રીની હિટ સ્ટારકિડ્સમાંથી એક છે. પલક તિવારી ફિલ્મને કારણે સતત ચર્ચામાં રહે છે.

ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે પલક તિવારી

ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે પલક તિવારી

પલક તિવારી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, આ સાથે સાથે તેના ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરેક લોકોફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવા સમયે પલકે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાન અને ફિલ્મ પર પ્રતિક્રિયાઆપી છે.

પલક સલમાનને પિતા કહે છે પલક તિવારી

પલક સલમાનને પિતા કહે છે પલક તિવારી

ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, પલક 'કિસી કા ભાઈ કિસી કી જાન' અને સલમાન ખાન સાથે કામ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેણેજણાવ્યું હતું કે, મને લાગતું હતું કે, સલમાન ખાન સાથે એક જ સેટ પર કામ કરવું મારા માટે ઘણું મુશ્કેલ હશે. હું તેની સામે હંમેશા નર્વસરહીશ. કદાચ મારા માટે કામ કરવું મુશ્કેલ હતું, પરંતુ સેટ પર એક પિતાની જેમ તેઓ એ વાતનું ધ્યાન રાખતા હતા કે, દરેકનું ધ્યાનરાખવામાં આવે. આ સાથે આપણો આહાર પણ ચાલુ રાખવો જોઈએ. પલકના આ ઈન્ટરવ્યુની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ છે.ઉલ્લેખનીય છે કે, પલક અને તેની માતા શ્વેતા સલમાન ખાનના પરિવારની ખૂબ જ નજીક છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે

ફિલ્મ ક્યારે રિલીઝ થશે

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી જાન'માં વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા,વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર લીડરોલમાં છે. આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ થઈ રહી છે. આ પહેલા ફિલ્મના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X