પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની ઉંમર બની જોડિયા બાળકોની માતા

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ હવે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છે. હા, પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

વોશિંગ્ટન : બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ હવે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છે. હા, પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. આ સાથે તેણે બંને બાળકોના નામ પણ જાહેર કર્યા હતા.

પ્રીતિ ઝિન્ટાએ હજૂ સુધી બાળકોની તસવીર સામે આવી નથી, પરંતુ ચાહકોને આશા છે કે, ટૂંક સમયમાં પ્રીતિ ઝિન્ટા તેમને દુનિયાની સામે લાવશે. ઉલ્લેખનીય છે કે, બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2016માં પોતાના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ જોડિયા બાળકોના નામ જાહેર કર્યા

પ્રીતિ ઝિન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં માતા બનવાનો આનંદ આપ્યો, તેણે પોતાનો અને પતિ જીન ગુડનફનો ફોટો પણ શેર કર્યો. પ્રીતિએ લખ્યું, 'હું આજ તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું, જીન અને હું ખૂબ જ ખુશ છીએ. કારણ કે, અમે અમારા ટ્વિન્સ જય ઝિન્ટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફનું પરિવારમાં સ્વાગત કર્યું છે. આ માટે અમે સર્વશક્તિમાનના આભારી છીએ. અમે આવનારા અમારા નવા જીવન માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

પ્રીતિ ઝિન્ટા

સરોગસી દ્વારા બની માતા

પ્રીતિ ઝિન્ટાએ આગળ લખ્યું, 'અમારી અવિશ્વસનીય સફરનો ભાગ બનવા માટે તમામ ડોકટર્સ, નર્સ અને અમારા સરોગેટનો ખૂબ ખૂબ આભાર. બધાને ખૂબ પ્રેમ.' ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી જય ઝિંટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફના જોડિયા બાળકોનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. લગ્નના લગભગ 4 વર્ષ બાદ 46 વર્ષની ઉંમરે પ્રીતિ ઝિન્ટા હવે બે બાળકોની માતા બની ગઈ છે. પ્રીતિ અને તેના પતિને માતા-પિતા બનવા બદલ સોશિયલ મીડિયા પર ઘણા બધા અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે.

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડ-ક્રિકેટ જગત તરફથી મળ્યા અભિનંદનના સંદેશા

બોલિવૂડ હોય કે રમતગમત, જીવનના દરેક ક્ષેત્રના સેલેબ્સ પ્રીતિને તેના સારા સમાચાર પર કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. નરગીસ ફખરી, રકુલ પ્રીત સહિત ઘણા બોલિવૂડ કલાકારો અને અભિનેત્રીઓએ આ કપલ માટે કોમેન્ટ કરી છે. આ સાથે ક્રિકેટ જગત સાથે સંકળાયેલા હોવાને કારણે, ઘણા ખેલાડીઓ પણ પ્રીતિને શુભકામનાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રીતિ ઝિન્ટા IPL ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની માલિક છે. પ્રીતિ ઝિન્ટાની ગણતરી બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે.

Preity Zinta

પ્રીતિનો પતિ શું કરે છે?

ચાહકો હવે પ્રીતિના બાળકોની પહેલી ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખીય છે કે, હાલ પ્રીતિ ફિલ્મોથી દૂર છે અને લગ્ન બાદ તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે. જો કે, તે IPL સિઝન દરમિયાન ભારત આવે છે. મોડલિંગ અને એડ ફિલ્મિંગ બાદ પ્રીતિએ મણિરત્નમની ફિલ્મ 'દિલ સે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના પતિ જીન વ્યવસાયે લોસ એન્જલસમાં નાણાકીય વિશ્લેષક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X