For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Priyanka Chopra : સિટાડેલમાં જોવા મળશે પ્રિયંકા, વેબ સીરિઝના બજેટમાં બની શકે છે અનેક બોલીવુડ ફિલ્મ

By Entertainment Desk
|
Google Oneindia Gujarati News

Priyanka Chopra : લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહેલી પ્રિયંકા ચોપરા હવે સ્ક્રિન પર પરત ફરી રહી છે. પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયમાં લગ્ન, બાળક અને પરિવારમાં વ્યસ્ત હતી. આ વચ્ચે ફેન્સ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહી છે. હવે પ્રિયંકા ચોપરાએ જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં સિટાડેલ નામની વેબ સીરિઝમાં જોવા મળશે.

આ મોટા બજેટની વેબ સીરિઝ એમેઝોન પ્રાઇમ વીડિયોની બીજી સૌથી મોંઘી વેબ સીરિઝ હોવાનું કહેવાય છે, જેનું બજેટ તમારા હોશ ઉડાવી દેશે. તેનું બજેટ એટલું બધું છે કે, તેમાં બોલીવુડની નાના બજેટ ઘણી ફિલ્મો બની શકે છે.

 Priyanka Chopra

પ્રિયંકા ચોપરાનું સિટાડેલ બજેટ

પ્રિયંકા ચોપરાએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેના ચહેરા પર માટી જોવા મળી રહી હતી. બીજી તસવીરમાં પ્રિયંકા ચોપરા થોડી ઇજાગ્રસ્ત જોવા મળી રહી હતી. આ તસવીરો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પ્રિયંકા ચોપરા આગામી વેબ સીરિઝ 'સિટાડેલ'ના શૂટિંગમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે.

અત્યાર સુધી માત્ર પ્રિયંકા ચોપરાની વેબ સીરિઝ સાથે જોડાયેલી લુક જ હેડલાઈન્સ મેળવતી હતી. હવે વેબ સીરિઝનું ટ્રેલર અને બજેટ પણ ચર્ચામાં છે. વેબ સિરીઝ બની રહી છે, ત્યારે 200 મિલિયન ડોલરનો આંકડો પાર કરશે, જે ભારતીય ચલણમાં લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે.

આ બજેટમાં 200 કરોડના બજેટ સાથે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સની 10 ફિલ્મો બની શકે છે. નાની ફિલ્મોના નિર્માણની ગણતરી જ ન કરી શકાય.

 Priyanka Chopra

પ્રિયંકા ચોપરાની સિટાડેલ રિલીઝ ડેટ

પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન્સ સિટાડેલ એક જાસૂસી એક્શન થ્રિલર સીરિઝ છે, જે 28 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. આ સીરિઝમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં છે અને તે શાનદાર એક્શન કરતી પણ જોવા મળશે.

Priyanka Chopra

સિટાડેલ માટે પ્રિયંકા ચોપરાની ફી

પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા સિટાડેલ વિશે જણાવ્યું હતું કે, હું 22 વર્ષથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું અને મેં 70થી વધુ ફીચર્સ અને બે ટીવી શો કર્યા છે., પરંતુ જ્યારે મેં સિટાડેલમાં કામ કર્યું, ત્યારે મારી કારકિર્દીમાં પહેલી વાર મને યોગ્ય ફી મળી છે.

English summary
Priyanka Chopra will be seen in the Citadel web series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X