સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડનું નિર્દેશન કરનાર જાણીતા ડાયરેક્ટર સિદ્દીકીનું 63 વર્ષની ઉમરમાં નિધન
એક બાદ એક ફિલ્મ ઇંડસ્ટ્રીમાં દુખદ ખબરો સામે આવી રહી છે. નતિનિ દેસાઇની માૌત બાદ હાલમ જ ખબર આવી છે કે, મંગળવારે જાણીતા ડાયરેક્ટર સિદ્દીકીનુ નિધન થઇ ગયુ છે. ડાયરેક્ટર સિદ્દીકીનું આવી રીતે અચાનક દુનિયાને અલવિદા કહેવુ દરેક માટે કોઇ જટકાથી કમ નથી.

મીડિયા રિપર્ટ અનુસાર, સોમવારે સિદ્દીકીને હાર્ટઅટેક આવ્યો હતો. ત્યાર બાદ કોચ્ચિની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં હાલત ગંભીર હોવાનું જણાવામાં આવ્યુ હતુ. અને મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.
સિદ્દીકીના ઇસ્માઇલના પાર્થિવ શરીરને કદવંશરાના રાજવી ગાધી ઇંડોર સેટેડિયમમાં 9 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી રાખવામાં આવશે. બાદમાં તેમના આવાસ પર રાખવામાં આવશે. જેથી લોકો શ્રદ્ધાંજલી આપી શકે.
ત્યાર બાદ ડાયરેક્ટર સિદ્દીકીના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે 6 વાગે કરવામાં આવશે. અભિનેતા દુલકર સલમાને દિવંગત નિર્દેશકને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલી આપી હતી. આના નિધનથી સાઉથની સાથે સાથે બોલિવૂડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. અભઇનેતા અને પ્રોડ્યુસર અતુલ અગ્નીહોત્રીએ સિદ્દીના નિધન પર ઉડા દુખની લાગણી વ્યક્ત કરી છે.
સિદ્દીકીએ મલ્યાલમ સિવાય તમિલ તેલુગુ અને હિન્દી ફિલ્મોનું પણ નિર્દેશન કર્યુ છે તેમણે સલમાન ખઆનની બોડીગાર્ડનું નિર્દેશન કર્યુ છે. આ સિવાય તેમણે બિગ બ્રધરનુ ડાયરેક્શન કર્યુ હતુ. કહેવામાં આવે છે કે, સિદીકી ફિલ્મમેકર ફાજિલની મદદથી આવ્યા હતા.












Click it and Unblock the Notifications
