સામંથા આ ફિલ્મથી કરશે બોલીવુડમાં ડેબ્યૂ, આ સ્ટાર સાથે કરી શકે છે સ્ક્રીન શેર

સામંથા રૂથ પ્રભુ ઘણીવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. તેણે 'થેરી', 'રંગસ્થલમ', 'મખ્ખી' જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે.

સામંથા રૂથ પ્રભુ ઘણીવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. તેણે 'થેરી', 'રંગસ્થલમ', 'મખ્ખી' જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. જોકે, સામંથા મનોજ બાજપેયી સ્ટારર વેબ સિરીઝ 'ફેમિલી મેન 2'માં પણ જોવા મળી હતી, જેમાં દર્શકોએ તેના કામની પ્રશંસા કરી હતી.

અભિનેત્રીને એક સ્ક્રિપ્ટ પસંદ આવી

અભિનેત્રીને એક સ્ક્રિપ્ટ પસંદ આવી

લોકો તેના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. તેના બોલીવુડ ડેબ્યૂને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, હવે લાગેછે કે સેમને હિન્દી ફિલ્મમાં જોવાનું ચાહકોનું સપનું સાકાર થવાનું છે, કારણ કે અભિનેત્રીને એક સ્ક્રિપ્ટ પસંદ આવી છે.

સમંથા આ ફિલ્મથી ડેબ્યૂ કરશે

સમંથા આ ફિલ્મથી ડેબ્યૂ કરશે

અત્યાર સુધી બી-ટાઉનના ઘણા ટોચના ફિલ્મ નિર્માતાઓએ હિન્દી ફિલ્મો માટે સાઉથ બ્યુટી સામંથાનો સંપર્ક કર્યો છે. એવા અહેવાલો પણહતા કે, તેણીએ કેટલીક ફિલ્મો સાઈન કરી છે, પરંતુ હજૂ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથાએ આખરે તેનીબોલીવુડ ડેબ્યૂ ફિલ્મ સાઈન કરી લીધી છે.

મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મની જાહેરાત કરશે

મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મની જાહેરાત કરશે

ટૂંક સમયમાં અભિનેત્રી આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરશે અને તેનું નિર્માણ દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સ હેઠળ કરવામાં આવશે.રિપોર્ટ્સ અનુસાર, તમામ પેપરવર્ક પૂર્ણ થઈ ગયું છે અને મેકર્સ ટૂંક સમયમાં ફિલ્મની જાહેરાત કરે તેવી શક્યતા છે.

કોમેડી અને સસ્પેન્સનો પરફેક્ટ ડોઝ હશે

કોમેડી અને સસ્પેન્સનો પરફેક્ટ ડોઝ હશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા અને આયુષ્માન ખુરાના અભિનીત આ ફિલ્મ ખૂબ જ રસપ્રદ બનવાની છે, જેમાં કોમેડી અને સસ્પેન્સનોપરફેક્ટ ડોઝ જોવા મળશે. આ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 8-9 મહિનામાં સામંથાનેડઝનેક ફિલ્મો અને વેબ સિરીઝની ઓફર કરવામાં આવી છે.

આયુષ્માન ખુરાના લીડ રોલમાં હશે

આયુષ્માન ખુરાના લીડ રોલમાં હશે

આવા સમયે, સામંથાને દિનેશ વિજનની સ્ક્રિપ્ટ ગમી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સામંથા માટે આ પરફેક્ટ બોલીવુડ લોન્ચ છે. કારણ કે,આ ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં હશે. આ ઉપરાંત, સામંથા તાપસી પન્નુ સાથે મહિલા કેન્દ્રિત ફિલ્મ તેમજ ધર્માપ્રોડક્શન હેઠળ અક્ષય કુમાર સાથેની ફિલ્મ માટે પણ ચર્ચામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X