Sania Mirza: 'તમારી અદાઓ તો દિલ ચોરી લે તેવી છે, છતાં તમે ફિલ્મોમાં કેમ નથી'? સાનિયા મિર્ઝાને કોણે કહી આ વાત?
Sania Mirza: 'ફેમસ પ્લેયર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર લોકપ્રિય વ્યક્તિઓમાંની એક છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થયા બાદ તે સતત પોતાની પોસ્ટ અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. સાનિયાના ઘણા જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જે લોકોમાં ચર્ચાનો વિષય બને છે.
આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં કોઈએ સાનિયા મિર્ઝાની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કરી રહ્યો છે. તે વ્યક્તિ બોલી રહ્યો છે કે, 'તમારે ફિલ્મોમાં આવવું જોઈએ કારણ કે તમે ખૂબ જ સુંદર છો.'
કોફી વિથ કરણમાં ગઈ હતી ગેસ્ટ તરીકે
જો કે, છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝાના જીવનમાં કોઈ નવા વ્યક્તિએ પ્રવેશ કર્યો નથી. હકીકતમાં વર્ષ 2020 માં સાનિયા તેની મિત્ર ફરાહ ખાન સાથે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય શો 'કોફી વિથ કરણ'માં ગેસ્ટ તરીકે ગઈ હતી.

જો હું ટેનિસ પ્લેયર ન હતો તો....
આ શૉમાં તેની નખરાંભરી વાતો જોઈને કરણે સાનિયાને મજાકમાં કહ્યું કે 'તું ફિલ્મોમાં હોવી જોઈએ, તું બહુ ફિલ્મી છે, તારી સ્ટાઈલ દિલની ચોરી કરે છે', જેના પર સાનિયાએ હસીને કહ્યું, 'હું હું જ્યાં છું ત્યાં ખુશ છું, જોકે તેણે કહ્યું હતું કે, તેને ફિલ્મો પસંદ છે. કદાચ જો તે ટેનિસ પ્લેયર ન હોત તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી શકત.
આઈટમ સોંગ માટે થઈ હતી ઓફર
જે પછી ફરહાએ કહ્યું કે 'તેના ફિલ્મી સ્વભાવને કારણે તેણે સાનિયાને ઘણા આઈટમ ગીતોની ઑફર કરી હતી, પરંતુ તેણે તે બધાને નકારી દીધા હતા. ફરાહના ભાઈ સાજિદ ખાને પણ તેની એક ફિલ્મમાં આઈટમ સોંગ માટે તેનો સંપર્ક કર્યો હતો પરંતુ મેડમે ના પાડી દીધી હતી.
શોએબ મલિક સાથે સાનિયાએ કર્યા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર પણ છે. જ્યારે શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્નની તસવીરો પોસ્ટ કરી ત્યારે તેમના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા. જો કે ત્યારબાદ સાનિયાના પિતાએ છૂટાછેડા અંગે ખુલાસો કર્યો હતો.
હાલમાં જ સાનિયાની પોસ્ટ થઈ હતી વાયરલ
જો કે, વાયરલ થયેલી આ ક્લિપ જૂની છે પરંતુ તાજેતરમાં સાનિયાની એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં તેણે કંઈક લખ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તેણે લખ્યું, "તમે જે બની રહ્યા છો, તેના કરતા તમે જે હતા તેનાથી ઓછુ મહત્વ પૂર્ણ છ." લોકો સાનિયાની આ પોસ્ટને શોએબ મલિક સાથે જોડી રહ્યા હતા અને તેના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
