TMKOC : 'તારક મહેતા...' માં દયાબેન પરત ફરશે, બસ માનવી પડશે આ શરતો
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. દયાબેન જલ્દી શો પર પરત ફરી શકે છે. હા, આવનારા સમયમાં દયાબેન તમને ટીવીમાં ગરબા કરતા જોવા મળી શકે છે.
TMKOC : લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. દયાબેન જલ્દી શો પર પરત ફરી શકે છે. હા, આવનારા સમયમાં દયાબેન તમને ટીવીમાં ગરબા કરતા જોવા મળી શકે છે, પરંતુ આ માટે શોના મેકર્સે દયાબેન એટલે કે, દિશા વાકાણીની કેટલીક શરતો સ્વીકારવી પડશે.

પરત આવી શકે છે દયાબેન
દયા બેન એટલે કે દિશા વાકાણી ઘણા સમયથી ટીવીના પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં જોવા મળી નથી. તે પ્રસૂતિ રજા પર ગઈ હતી, પરંતુપરત આવી ન હતી.
જે દરમિયાન ઘણી વખત સાંભળવામાં આવ્યું હતું કે, દિશા હવે પછી સિરિયલમાં પાછી ફરી રહી છે, પરંતુ ચાહકોને દયા બેન તરફથી હંમેશાનિરાશ જ મળી હતી.
દિશા વાકાણીના પતિ મયુરે પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેની પત્ની શોમાં પાછી નહીં ફરે, પરંતુ હવે એવી શક્યતાઓ છે કેદિશા શોમાં પરત ફરી શકે છે.

દિશા વાકાણીની શરતો
Koimoi.com ના સમાચાર મુજબ, જો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતાઓ દયા બેનની ફીમાં વધારો કરે છે, એટલે કે તેઓ 1.5 લાખમાં એપિસોડ બનાવેછે.
જો દિશા દિવસમાં માત્ર 3 કલાક કામ કરવાની શરત સ્વીકારે છે, તો તે કામ પર પરત ફરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાના પતિ મયૂર શોના મેકર્સ સાથેવાતચીત કરી રહ્યા છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિશા અને તેના પતિ ઈચ્છે છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના સેટ પર તેમના બાળક માટે પર્સનલનર્સરી પણ બનાવવામાં આવે.
આ સાથે સેટ પર એક આયા પણ રાખવી જોઈએ, જે હંમેશા તેની બાળકી સાથે હોવી જોઈએ.

ચાહકો રાહ જોઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, ભલે સીરિયલની દયા બેન એટલે કે દિશા વાકાણી હવે આ શોનો હિસ્સો નથી, પરંતુ ફેન્સ તેને હજૂ પણ યાદ કરે છે. દિશા વાકાણી છેલ્લા ઘણાસમયથી આ શોમાં જોવા મળી નથી અને નિર્માતાઓએ તેના પાત્રને કોઈની સાથે બદલ્યું નથી.
]'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દિશા વાકાણીની અભિનય કારકિર્દીમાંએક માઈલસ્ટોન સાબિત થઈ છે.












Click it and Unblock the Notifications
