For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનૌતને તુષાર ગાંધીએ આપ્યો આવો જવાબ

ભારતને આઝાદી 1947માં મળ્યું હતું. આઝાદીને 'ભીખમાં આઝાદી' કહ્યા બાદ શરૂ થયેલો હંગામો હજુ પૂરો થયો ન હતો કે કંગનાએ મહાત્મા ગાંધી વિશે આવું નિવેદન આપ્યું, જેના પર નવો વિવાદ ઊભો થયો હતો.

|
Google Oneindia Gujarati News

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનોને કારણે સતત વિવાદોમાં રહે છે. ભારતને આઝાદી 1947માં મળ્યું હતું. આઝાદીને 'ભીખમાં આઝાદી' કહ્યા બાદ શરૂ થયેલો હંગામો હજુ પૂરો થયો ન હતો કે કંગનાએ મહાત્મા ગાંધી વિશે આવું નિવેદન આપ્યું, જેના પર નવો વિવાદ ઊભો થયો હતો.

વાસ્તવમાં કંગના રનૌતે એક નવા નિવેદનમાં કહ્યું કે, તમારા નેતાઓને પસંદ કરવામાં સમજદારી હોવી જોઈએ, કારણ કે થપ્પડના જવાબમાં બીજો ગાલ ધરવો એ સ્વતંત્રતાની ભીખ છે. કંગનાના આ નિવેદન પર હવે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ અભિનેત્રીને જડબાતોડ જવાબ આપ્યો છે.

'કલ્પના પણ નથી કરી શકતા કે'

'કલ્પના પણ નથી કરી શકતા કે'

એક લેખ લખતા તુષાર ગાંધીએ કંગના રનૌતના નિવેદનના જવાબમાં જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધીને નફરત કરનારા કરતાં, થપ્પડના જવાબમાં બીજો ગાલબતાવવા માટે વધુ હિંમતની જરૂર છે. જેઓ એવો આક્ષેપ કરે છે કે, ગાંધીવાદીઓ થપ્પડના જવાબમાં તેમનો બીજો ગાલ જ આગળ કરી શકે છે અને તેથી તેઓ કાયરછે, તેઓ સમજી શકતા નથી કે, આ બહાદુરી માટે કેટલી હિંમતની જરૂર છે. આવા લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી, પરંતું આપણે ગાંધીને ભૂલવા ન જોઈએ.

'કાયર એ જ હતા જેમણે માફી માંગી હતી'

'કાયર એ જ હતા જેમણે માફી માંગી હતી'

તુષાર ગાંધીએ પોતાના લેખમાં લખ્યું છે કે, 'કોઈના થપ્પડના જવાબમાં બીજો ગાલ ધરવો એ કાયરતાનું કામ નથી. આમાં ઘણી હિંમતની જરૂર હતી અને ભારતનીજનતાએ આ હિંમત આઝાદીની લડાઈમાં મોટી સંખ્યામાં બતાવી હતી.

તેઓ બધા અમારા હીરો હતા, અને અમારા હીરો છે. ડરપોક તો એ લોકો હતા, કે જેમણે તેમનાઆકાઓની ખુશામત કરતા હતા. ડરપોક એવા લોકો હતા કે, જેમણે પોતાના અંગત લાભ માટે બ્રિટિશ રાજ સમક્ષ આંખો નીચી કરીને માફીની અરજી દાખલ કરી હતી.

'બ્રિટિશ સામ્રાજ્ય એ જ ફકીર આગળ ઝૂક્યું'

'બ્રિટિશ સામ્રાજ્ય એ જ ફકીર આગળ ઝૂક્યું'

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા તુષાર ગાંધીએ લખ્યું, 'જો કોઈ બાપુને ભિખારી કહે તો બાપુ તેમનું પણ સ્વાગત કરશે. તેને પોતાના દેશ માટે, પોતાના દેશના લોકોમાટે ભીખ માંગવામાં કોઈ સંકોચ ન હતો. જ્યારે બ્રિટનના વડાપ્રધાને તેમને 'અર્ધ નંગ ફકીર' કહ્યા ત્યારે બાપુએ તેમને પણ વાંધો ન લીધો અને આખરે બ્રિટિશ સામ્રાજ્યએ જ ફકીર સામે ઘુંટણીયે થયા હતા, જેને આજે ભારતમાં ભિખારી કરીને નકારવામાં આવી રહ્યા છે.'

'સત્ય હંમેશા કાયમ રહે છે'

'સત્ય હંમેશા કાયમ રહે છે'

તુષાર ગાંધીએ વધુમાં લખ્યું છે કે, 'જૂઠ કેટલું જોરથી બોલવામાં આવે અને સત્યનો અવાજ કેટલો ધીમો હોય તેનાથી કોઈ ફરક પડતો નથી, સત્ય હંમેશા જીતે છે, જ્યારેઅસત્યને જીવંત રાખવા માટે બીજા ઘણા જૂઠાણાંનો આશરો લેવો પડે છે.

આજે જે જુઠ્ઠાણું બોલવામાં આવે છે, તેનો જવાબ આપવાની જરૂર છે. 1947માં આપણને મળેલીઆઝાદીને ભીખ દતાવવું એ હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓની હિંમત અને બલિદાનને તુચ્છ ગણવા જેવું છે, જેમના કારણે આજે આપણે આઝાદ છીએ.

આખરે કંગનાએ શું કહ્યું?

આખરે કંગનાએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કંગના રનૌતે મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી.

તેમણે ગાંધીજીના અહિંસાના મંત્રની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે, કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ કરો. બીજા ગાલને આગળ કરવવાથી સ્વતંત્રતા મળતી નથી. કંગનાએ આગળ લખ્યું કે, એવા મજબૂત પુરાવા છે કે, તેઓ ઇચ્છતા હતા કે, ભગત સિંહને ફાંસી આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કંગનાની ભીખ માંગવાની ટિપ્પણી માટે તેની આકરી ટીકા થઈ રહી છે.

કંગના આટલાથી જ ન અટકી, તેણે કહ્યું કે, ભારતને 1947માં આઝાદી નથી મળી પરંતુ ભીખ માંગી હતી, અસલી આઝાદી 2014માં ત્યારે મળી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી.

કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ પણ લખી તેના ચાહકોને તેમના હીરોને સમજદારીપૂર્વક પસંદ કરવા વિનંતી કરી હતી. કંગનાએ ગાંધીજીને સત્તાના ભૂખ્યા અને ચાલાક પણ કહ્યા હતા.

કંગનાએ મહાત્મા ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણીઓ, ઈતિહાસકારો અને શિક્ષણવિદોના આકરા પ્રહારો થયા છે. ઘણા રાજકારણીઓ, તેમના સાથી કલાકારો અને અન્ય લોકોએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. આ સિવાય ઘણા લોકોએ કહ્યું કે, કંગનાએ પોતાનો એવોર્ડ પરત કરવો જોઈએ.

English summary
Tusshar Gandhi Responds To Kangana Ranaut's 'Freedom On Bagging' Statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X