કજરારે સોન્ગ પર શ્વેતા તિવારી સાથે એશ્વર્યા રાયે લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો
Aishwarya Rai dance with Shweta Tiwari: વર્તમાન સમયમાં એશ્વર્યા રાય બચ્ચન સતત હેડલાઈન્સમાં રહે છે. જેનું કારણ તેના અને અભિષેકના છુટાછેડાની અફવા છે. આ ઉપરાંત તે તેના લુક અને સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે.
હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શ્વેતા તિવારી અને એશ્વર્યા રાય કજરારે સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીને નાના પડદાની ક્વિન કહેવામાં આવે છે. તેની સુંદરતા અને અભિનય એટલો અદ્ભુત છે કે, 40 વટાવ્યા બાદ પણ તે નવી હિરોઈન્સ સાથે સ્પર્ધા કરી શકે છે.
તાજેતરમાં શ્વેતા તિવારી એક કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. આ સમયે તેણે સુંદર લહેંગો પહેર્યો હતો. શ્વેતા તિવારીએ કજરારે ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન મોટા પડદાની ક્વિન એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન પણ સ્ટેજ પર આવી હતી. આવી સ્થિતિમાં શ્વેતા તિવારીએ આ ગીત પરએશને પોતાની સાથે ડાન્સ કરવા માટે ખેંચી હતી. જે બાદ જનતાને તેમની જુગલબંધી જોવા જેવી હતી.

કજરારે પર ઐશ્વર્યા અને શ્વેતાએ સાથે કર્યો ડાન્સ - શ્વેતા અને એશ્વર્યાની અનોખી જુગલબંધીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શ્વેતા તિવારી સ્ટેજ પર ડાન્સર્સ સાથે ડાન્સ કરી રહી છે.
આ દરમિયાન, તે એશને સ્ટેજની મધ્યમાં ખેંચે છે અને તેને ડાન્સ કરવાનું કહે છે. પહેલા તો એશ્વર્યા રાય હસે છે, અને અચકાય છે, પરંતુ તે પછી તે બીટ પર ડાન્સ કરે છે.
ટેલિવિઝનની ક્વિન અને બોલીવુડની ક્વિનને એકસાથે ડાન્સ કરતી જોઈને ફેન્સમાં ઉત્સાહિત થઈ જાય છે. જે બાદ તાળીઓના ગડગડાટ સંભળાય છે. આ બંનેનો અદભુત ડાન્સ લોકોને પસંદ આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 1994માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ ઐશ્વર્યાએ બોલીવુડમાં ઘણી ફિલ્મો આપી છે. આજકાલ એશ્વર્યા રાય ફિલ્મોમાં ઓછી વ્યસ્ત છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી.
ફેન્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ - શ્વેતા તિવારી વિશે વાત કરીએ તો તેને જોઈને કોઈ તેની ઉંમર કહી શકે નહીં. બંને અભિનેત્રીઓ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી રહી છે.
આ ડાન્સ વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, તેમની ફેવરિટ એક્ટ્રેસનો ડાન્સ કેટલો શાનદાર છે. એક યુઝરે લખ્યું કે, આ બંને મારા ફેવરિટ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ બંનેએ સાથે ફિલ્મ કરવી જોઈએ. આ સાથે એક નેટિઝને કોમેન્ટ કરી કે, શ્વેતા આ ડ્રેસમાં એશ જેવી લાગી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
