આ અભિનેત્રીને સ્વયંવર કરાવવાની ઇચ્છા, જાણો કોણ લેશે ભાગ?
તાજેતરમાં એક ટોક શોમાં કૃતિએ પોતાના માટે સ્વયંવરનું આયોજન કરવામાં તેની રુચિ વિશે વાત કરી અને એ પણ શેર કર્યું કે, દરેક વ્યક્તિએ તેનો ભાગ બનવો જોઈએ.
બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને હાલમાં જ પોતાના સ્વયંવર વિશે વાત કરી છે. કૃતિ સેનન તેણીને પોતાનો સ્વયંવર રચાવવા માગે છે અને તેમાં વિજય દેવરાકોંડાથી માંડીને કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર અને રાયન ગોસલિંગ સુધીના સુપરસ્ટારનો સમાવેશ થાય છે.
તાજેતરમાં એક ટોક શોમાં કૃતિએ પોતાના માટે સ્વયંવરનું આયોજન કરવામાં તેની રુચિ વિશે વાત કરી અને એ પણ શેર કર્યું કે, દરેક વ્યક્તિએ તેનો ભાગ બનવો જોઈએ.

કૃતિ સેનને કહી આ વાત
રોપોસો પરના લાઇવ શો દરમિયાન, કૃતિએ જણાવ્યું હતું કે, વિજય દેવેરાકોન્ડા ખૂબ જ સુંદર લાગે છે અને તે મારા માટે સમજદાર પણલાગે છે. મેં તેના કેટલાક ઇન્ટરવ્યુ પણ જોયા છે અને તે ખૂબ જ વાસ્તવિક અને સમજદાર લાગે છે. તે સ્વયંવરમાં હોય શકે છે. કાર્તિકઆર્યન, વિજય દેવરાકોંડા અને આદિત્ય રોય કપૂર પણ ભાગ લેવા જોઇએ અને અન્ય લોકો જે સિંગલ છે.

રેયન ગોસ્લિંગનો પણ સમાવેશ કરવા માગે છે
અભિનેત્રીએ જણાવ્યું હતું કે, મને રેયાન ગોસલિંગ સાથે કામ કરવું ગમશે અને હું પણ ઈચ્છીશ કે તે મારા સ્વયંવરમાં આવે. આગામીપ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, 32 વર્ષીય અભિનેત્રી, જેણે 2014 માં ટાઇગર શ્રોફ સ્ટારર 'હીરોપંતી' સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો, તેનીપાસે ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે.

કૃતિ સેનનની મૂવીઝ
ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી મેળવનાર કૃતિ 'ભેડિયા', 'ગણપથ', 'આદિપુરુષ' અને'શહજાદા' જેવી ફિલ્મોમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
