ભરુચના થિયેટરમાં છાવા મૂવી જોઈ રહેલા યુવકે સ્ક્રીનનો પડદો કેમ ફાડી નાંખ્યો?, જાણો કારણ
મુઘલો અને મરાઠાના યુદ્ધના ઈતિહાસ પર બનેલી ફિલ્મ છાવામાં વિકી કૌશલના ઉમદા અભિનયની સૌ કોઈ તારીફ કરી રહ્યા છે. લોકો આ ફિલ્મથી ખૂબ વધારે પ્રભાવિત થઈ રહ્યા છે અને થિયેટરની અંદર જ શિવાજી મહારાજ અને શંભાજી મહારાજની જયજયકાર લગાવી રહ્યા છે ત્યારે ભરુચમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચમાં મુઘલો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધના ઇતિહાસ પર આધારિત ફિલ્મ 'છાવા'ના શો દરમિયાન એક દર્શકે થિયેટરનો પડદો ફાડી નાખ્યો હતો.
સેવાશ્રમ રોડ પર આવેલા આરકે સિનેમામાં ફિલ્મ 'છાવા'ના સ્ક્રીનિંગ દરમિયાન જયેશ વસાવા નામનો દર્શક ભાવુક થઈ ગયો અને એક દ્રશ્ય દરમિયાન પડદો ફાડી નાખ્યો.
આ ઘટના તે દ્રશ્ય દરમિયાન બની હતી જ્યાં મુઘલોએ મરાઠા યોદ્ધાઓને માર માર્યો હતો. જયેશ વસાવા નામનો યુવક ભાવુક થઈને થિયેટર સ્ક્રીનનો પડદો ફાડે છે તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જયેશ વસાવા નામના યુવકના આ કૃત્ય બદલ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ કેસમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરકે સિનેમાના સંચાલકો દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, જયેશ વસાવા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

થિયેટરના મેનેજર રાહુલ સુદના જણાવ્યા મુજબ, ફિલ્મના એક દ્રશ્યમાં મરાઠા યોદ્ધાઓ પર મુઘલોના અત્યાચાર દર્શાવવામાં આવ્યા હતા, ત્યારે એક જયેશ વસાવા નામનો યુવક અચાનક ગુસ્સે થઈ ગયો અને તેણે અગ્નિશામક વડે મુઘલ છબી પર હુમલો કર્યો, જેના કારણે આરકે સિનેમાની સ્ક્રીન 3 ની સ્ક્રીન ફાટી ગઈ.
આ પછી પણ જયેશ સ્ક્રીન પર પોતાનો ગુસ્સો ઠાલવતો રહ્યો અને સ્ક્રીનનો મોટો ભાગ ફાડી નાખ્યો. હાજર રહેલા સુરક્ષા કર્મચારીઓની મદદથી જયેશને ત્યાંથી દૂર કર્યો અને પોલીસને સોંપી દીધો.જેમને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
ઘટના પછી થિયેટર સંચાલકે 12 દર્શકોને ટિકિટના પૈસા પરત કરી દીધા, જ્યારે બાકીના દર્શકોને બીજી સ્ક્રીન પર બેસાડવામાં આવ્યા હતા અને બાકીની ફિલ્મ બતાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
