ગદર 2 અને OMG 2 ટકરાશે? સની દેઓલે અક્ષય કુમારને આપી રાહત

Entertainment News : ગદરઃ એક પ્રેમ કથાને રિલીઝ થયાને ભલે 22 વર્ષ થઈ ગયા હોય, પરંતુ ફિલ્મ આજે પણ લોકોની આંખોમાં આંસુ લાવી શકે છે. આ સાથે જ 'OMG' પણ લોકોને ખુબ પસંદ આવી હતી, લોકોએ અક્ષય કુમાર અને પરેશ રાવલના કામના વખાણ કર્યા હતા.

ગદર 2 માં તારા સિંહ અને સકીનાની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા માટે લોકો ઉત્સાહિત છે, ત્યારે અક્ષયને શિવ અવતાર અને પંકજ ત્રિપાઠી સાથે જોવાનો ઘણો ક્રેઝ છે. બંને ફિલ્મો 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Entertainment News

રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ઘણા લોકોનો દાવો છે કે, બે મજબૂત ફિલ્મો સામસામે હોવાને કારણે તેની અસર કમાણી પર જોવા મળી શકે છે. હવે સની દેઓલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

સની દેઓલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેને સમજાતું નથી કે, લોકો ફિલ્મોની સરખામણી શા માટે કરે છે. 2001માં રિલીઝ થયેલા 'ગદરઃ એક પ્રેમ કથા'ના કલેક્શનનો ઉલ્લેખ કરતાં, અભિનેતાએ જણાવ્યું હતું કે, જ્યાં ગદરે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, ત્યાં લગાન તેની કરતાં ઓછી કમાણી કરી હતી. મને સમજાતું નથી કે, લોકો શા માટે સરખામણી કરે છે. પછી તે ફિલ્મ બિઝનેસ સાથે સંબંધિત હોય કે સ્ટોરી સાથે. ગદર વિશે કોઈ ખ્યાલ ન હતો. લોકોને લાગ્યું હતું કે, આ એક મસાલા ફિલ્મ છે. જૂના જમાના પ્રમાણે આ ફિલ્મ છે. જૂના પ્રકારના ગીતો છે. બીજી તરફ લગાન લોકોને ક્લાસિક લાગતી હતી.

આ વિશે વધુ વાત કરતા સની દેઓલે જણાવ્યું હતું કે, રિલીઝ પહેલા જ લોકોએ ખૂબ જ વિચિત્ર વાતો કહી હતી, પરંતુ ફિલ્મને લોકોનો પ્રેમ મળ્યો અને તે લોકોની ફિલ્મ બની ગઈ હતી. તે આગળ કહે છે, મને યાદ છે કે, તેમણે એવોર્ડ શોમાં ગદરની મજાક ઉડાવી હતી, પરંતુ તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. મારી અન્ય કેટલીક ફિલ્મો સાથે પણ આવું બન્યું છે. 'ઘાયલ' અને 'દિલ'ની ક્લેશની પણ મોટી ચર્ચા થઈ હતી. આ ફિલ્મોની કોઈ સરખામણી નથી, છતાં લોકો આ વખતે વાત કરે છે.

નોંધનીય છે કે, સની દેઓલ અને અક્ષય કુમાર બંને તેમની ફિલ્મ 'ગદર 2' અને 'OMG 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ચાહકોમાં પણ ફિલ્મો જોવાનો ઉત્સાહ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X