ડર્ટી ગર્લ વિદ્યાએ કેમ ધર્યો પ્રોફેશનલ ભિખારીનો વેશ?
મુંબઈ, 2 ડિસેમ્બર : ઓખળાણ પડી કે કેમ? જરા વિચારી જુઓ... આ એક પ્રોફેશનલ ભિખારી છે કે જે હૈદરાબાદ ખાતેના એક રેલવે સ્ટેશનની બહાર બેઠી છે, પણ આપ તેને સારી રીતે ઓળખો છો!

બૉબી જાસૂસનું નિર્માણ દીયા મિર્ઝા અને તેમના પતિ સાહિલ સંઘા કરી રહ્યાં છે. બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાના અનેક એક્શન સીન્સ પણ હશે કે જેને લઈને વિદ્યા બાલન ખૂબ ખુશ છે, તો દીયા મિર્ઝા પણ ઉત્સાહિત છે.આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થનાર છે.
દરમિયાન ફિલ્મના એક દૃશ્ય માટે વિદ્યા બાલને ભિખારી ગેટ-અપ ધારણ કર્યું. વિદ્યા હૈદરાબાદ ખાતેના રેલવે સ્ટેશનની બહાર સાચુકલા ભિખારીઓ સાથે બેઠા હતાં. તે જ દરમિયાન એક મહિલાએ વિદ્યાને સાચે જ પૈસા પણ આપી દીધાં. એટલું જ નહીં, આ મહિલાએ તો વિદ્યાને શીખામણ આપી દીધી કે આમ ભીખ ન માંગવી જોઇએ. કંઈક કામ કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
