For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Collage Days: યુવા ગુજ્જુ ડાયરેક્ટર બૉલીવુડમાં અજમાવશે કિસ્મત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યા બાદ ડાયરેક્ટર અલ્પેશ ચૌધરીની બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અલ્પેશ ચૌધરીએ લખેલી સ્ટોરી 'કોલેજ ડેઝ' પર આ ફિલ્મ બનશે. આ સ્ટોરીમાં આજની જનરેશનના કોલેજના વિદ્યાર્થીની માનસિકતા પર આધારિત છે.

નાના શહેરમાંથી મધ્યમવર્ગી પરિવારમાંથી આવેલા વિદ્યાર્થી કઇ રીતે શહેરમાં આવી બદલાઇ જાય છે, શહેરની લાઇફસ્ટાઇલમાં પોતાને ઢાળવા માટે કઇ રીતે પોતાને નશા અને ખોટી બાબતોમાં ખેંચે છે. પરંતુ એક મોડ પર પોતાને કઇ રીતે સંભાળી લે છે આ અંગે આ એક ફ્રેશ સ્ટોરી છે.

ગુજરાતી ફિલ્મ જગતના હિરો પૃથ્વીરાજ ચાવડા અને પુર્નવિવાહ જેવી હિન્દી સિરીયલ અને હિંમતવાલા ફિલ્મમાં કામ કરી ચૂકેલી લીના જુબાની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ઉપરાંત કોમેડિયન કલાકાર મુસ્તાક ખાન અને મનોજ જોષી કામ કરી રહ્યાં છે.

મનોજ જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગુજરાતના પ્રોડ્યુસર અને ડાયેક્ટર અમદાવાદમાં બૉલીવુડની ફિલ્મો કરે. હું ગુજરાતી હોવાના નાતે તેમને મદદ કરીશું. આજના નવયુવાન ગુજરાતી કલાકારો, ડાયેક્ટરો અને પ્રોડ્યુસરને મદદ કરવા માટે હું હંમેશ માટે તત્પર છું.

મુસ્તાક ખાન 'હમ હૈ રાહી પ્યાર કે' 'આશિકી' 'સડક' 'સર' ગદર, જોડી નંબર વન જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. મુસ્તાક ખાને જણાવ્યું હતું કે વેલકમમાં કામ કરવું મારા એક પડકાર હતો. અમને નવી પેઢી અને નવા ટેલેન્ટ પાસેથી શીખવા મળશે. અમે ફક્ત કલાકાર છીએ. અમે કંઇક નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કલાકાર દર્શકો સમક્ષ ખરો ઉતરે તે જરૂરી છે. નવી પેઢી નવા ઉત્સાહ સાથે કામ કરે છે.

ફિલ્મના ડાયરેક્ટ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું ફિલ્મ યુવાપેઢી માટે છે. એક ગામડાનો છોકરો મેટ્રો સિટીમાં કોલેજ કરવા માટે આવે છે. અને પોતાને શહેરી લાઇફ સ્ટાઇલ ઢાળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમછતાં તે અલગ તરી આવે છે. ત્યારે કોમેડી સર્જાય છે.

આ કોમેડી દ્વારા ચહેરા પર સ્મિત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે આ યુવાન નશા અને ખરાબ સંગતને લીધે આડાપાટે ચડી જાય છે, પરંતુ એક મોડ પર પોતાને કેવી રીતે સંભાળી લે છે. તે વિષયને કેન્દ્ર રાખીને ફિલ્મ સ્ટોરીલખવામાં આવી છે. દર્શકોને ફિલ્મની સ્ટોરીમાં ખૂબ જ મજા આવશે. દર્શકો અમારી ફિલ્મ આવકારશે એવી અમને આશા છે.

Collage Days

Collage Days

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા ગુજરાતી ફિલ્મોના હિરો પૃથ્વીરાજ ચાવડા અને ટીવી કલાકાર લીના જુમાની તથા ફિલ્મની ટીમ ફિલ્મને લઇને એકદમ ઉત્સાહિત જોવા મળી રહી છે.

College Days

College Days

ટીવી એક્ટ્રેસ લીના જુમાની, ડાયેક્ટર અલ્પેશ ચૌધરી અને ફિલ્મના હિરો પૃથ્વીરાજ ચાવડા તસવીરમાં નજરે પડે છે.

College Days

College Days

'કોલેજ ડેઝ' ફિલ્મમાં પુર્નવિવાહ જેવી હિન્દી સિરીયલ અને હિંમતવાલા ફિલ્મમાં કામ કરી ચૂકેલી લીના જુબાની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

College Days

College Days

મુસ્તાક ખાન 'હમ હૈ રાહી પ્યાર કે' 'આશિકી' 'સડક' 'સર' ગદર, જોડી નંબર વન જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. મુસ્તાક ખાને જણાવ્યું હતું કે વેલકમમાં કામ કરવું મારા એક પડકાર હતો. અમને નવી પેઢી અને નવા ટેલેન્ટ પાસેથી શીખવા મળશે.

College Days

College Days

મનોજ જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગુજરાતના પ્રોડ્યુસર અને ડાયેક્ટર અમદાવાદમાં બૉલીવુડની ફિલ્મો કરે. હું ગુજરાતી હોવાના નાતે તેમને મદદ કરીશું. આજના નવયુવાન ગુજરાતી કલાકારો, ડાયેક્ટરો અને પ્રોડ્યુસરને મદદ કરવા માટે હું હંમેશ માટે તત્પર છું.

College Days

College Days

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા ગુજરાતી ફિલ્મોના હિરો પૃથ્વીરાજ ચાવડા અને ટીવી કલાકાર લીના જુમાની, મનોજ જોશી, મુસ્તાક ખાન, ક્રિયેટિવ ડાયરેક્ટર આશિષ સિંહા તથા ફિલ્મની ટીમ ફિલ્મને લઇને એકદમ ઉત્સાહિત જોવા મળી રહી છે.

English summary
After handling gujarati film industry talented director Alpesh Chaudhary is ready for entry in bollywood by the film ‘College Days’. Story is written by Alpesh Chaudhary himself.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X