ગુલાબ ગૅંગનું ટ્રેલર રિલીઝ, લાંબી ઇનિંગ વિચારી છે માધુરીએ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 10 જાન્યુઆરી : માધુરી દીક્ષિત તથા જુહી ચાવલાની ફિલ્મ ગુલાબ ગૅંગનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર જોઈ માધુરીના ફૅન્સ બહુ એક્સાઇટેડ છે. ગુલાબ ગૅંગના ટ્રેલરમાં માધુરી દીક્ષિતના સશક્ત પાત્રને જોઈ એમ જ લાગુ છે કે માધુરીએ આ વખતે બૉલીવુડમાં કમબૅક કર્યું છે, તો બહુ સમજી-વિચારીને અને લાંબી ઇનિંગના ઇરાદા સાથે કર્યું છે. માધુરી દીક્ષિત થોડાક દિવસ અગાઉ ડેઢ ઇશ્કિયા ફિલ્મના પ્રમોશન દરમિયાન બોલ્યા પણ હતાં કે આજનો સમય મહિલા કલાકારો માટે બેસ્ટ છે, કારણ કે આજકાલ મહિલાઓને ધ્યાને લઈ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે અને હવે મહિલાઓ ફિલ્મોમાં માત્ર શો-પીસ બની નથી રહેતી.

gulaab-gang-madhuri-juhi
માધુરી દીક્ષિતે ગુલાબ ગૅંગમાં પોતાના સશક્ત પાત્ર દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તેઓ કંઈક જુદું અને નવું કરવાના ઇરાદે આવ્યાં છે કે જેથી તેમની આ ઇનિંગ લોકોને હંમેશા યાદ રહે. માધુરી દીક્ષિત સાથે જ જુહી ચાવલા પણ ગુલાબ ગૅંગના મુખ્ય પાત્ર છે, પરંતુ પહેલા ટ્રેલરમાં માધુરી અને જુહી ચાવલા બંનેમાંથી માધુરીનું પાત્ર વધુ સશક્ત નજરે પડે છે. જોકે જુહીને એક ચાલાક રાજકારણીના રોલમાં જોઈ સૌને વિશ્વાસ છે કે તેઓ માધુરીને સારીએવી ટક્કર આપશે. એક સમય હતો કે બંને અભિનેત્રીઓ સ્પર્ધાના પગલે એક-બીજા સાથે વાત પણ નહોતી કરતી, પરંતુ આજે બંને એક સાથે એક ફિલ્મમાં છે અને કદાચ આ વખતે બંનેની સ્પર્ધા જોરદાર કમબૅક કરવા અંગેની હશે.

ગુલાબ ગૅંગ ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર્સ જોયા બાદ લોકોની ફિલ્મ જોવાની ઉત્સુકતા ઓર વધી ગઈ છે. ખાસ તો માધુરીના ફૅન્સ તો ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં માધુરીના સૌંદર્ય અને શ્રેષ્ઠ અભિનયને જોયા બાદ ફરી એક વાર ગુલાબ ગૅંગમાં તેમને જોવા માટે આતુર બન્યાં છે. ગુલાબ ગૅંગ માર્ચમાં મહિલા દિવસ પ્રસંગે રિલીઝ થવા જઈ રહી છે. જોકે ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત રાખવામાં આવી છે. તેથી મહિલા દિવસે તેને રિલીઝ કરવાનો નિર્ણય કરાયો છે.

<center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/xAcN8RR3Ry4" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Gulaab Gang trailer recently released on You tube. People are very excited to watch Madhuri in Gulaab Gang as the trailer shows Madhuri in very different avtaar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.