લગ્ન બાદ હવે સામે આવ્યો પ્રિયંકાની હલ્દીનો ફોટો, નિકના થયા બુરા હાલ

જાણીતી યુટ્યુબર લિલી સિંહે પ્રિયંકા-નિકની હલ્દીની રસમના અમુક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા.

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નને બે મહિનાથી વધુ સમય થવા જઈ રહ્યો છે. તેમછતાં લગ્નના કાર્યક્રમોના નવા નવા ફોટા તેમના ફેન્સનું દિલ જીતી રહ્યા છે. હાલમાં જ જાણીતી યુટ્યુબર લિલી સિંહે બંનેની હલ્દીની રસમના અમુક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા.

નિકને ચોળીને લગાવી હલ્દી

નિકને ચોળીને લગાવી હલ્દી

આ ફોટામાં લિલી નિકને ચોળીને હલ્દી લગાવી રહી છે. તે નિકની છાતી સુધી હલ્દી લગાવીને જાણે કે તેને છેડી રહી છે. સાથે ભારતના લગ્નનની આ અનોખી રસમોથી અજાણ નિક આશ્ચર્યચક્તિ જોવા મળી રહ્યો છે. ભારતની આ રસમો તેમના માટે ખૂબ જ અનોખી છે.

પ્રિયંકાએ કહ્યુ હતુ - હલ્દીમાં જોનસ પર કોઈ રહેમ નહિ

ફોટાના કેપ્શનમાં લિલીએ લખ્યુ છે - ‘જોનસભાઈને સિંપસન કેવી રીતે બનાવવામાં આવે. જો હું આ કરુ તો શાનદાર રીતે કરીશ. મારી બહેન પ્રિયંકા ચોપડાએ મને કહ્યુ છે, હલ્દી લગાવવામાં નિક જોનસ પર કોઈ રહેમ ન થવો જોઈએ.' આ ફોટામાં નિકની બાજુમાં મહેંદી લગાવીને બેઠેલી પ્રિયંકા તેમના હાલ પર ઠહાકા મારતી જોવા મળી રહી છે. સાથે પાછળ પ્રિયંકાની મા મધુ ચોપડા પણ ઉભેલી દેખાય છે.

પ્રિયંકા અને નિકે શાહી અંદાજમાં કર્યા લગ્ન

પ્રિયંકા અને નિકે શાહી અંદાજમાં કર્યા લગ્ન

પ્રિયંકા અને નિકે રાજસ્થાનના ઉમેદભવનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન એક દિવસ હિંદુ ધર્મની રીતે અને એક દિવસ ક્રિશ્ચિયન ધર્મની રીતે કરવામાં આવ્યા. બંનેએ દિલ્લી અને મુંબઈમાં લગ્ન બાદ રિસેપ્શન પણ આપ્યુ. બંનેના લગ્નના ફોટાએ સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા એવી અભિનેત્રી છે જેમણે બોલિવુડ સાથે હોલિવુડમાં પણ ઘણુ નામ કમાયુ છે. આજે તેને આખી દુનિયા જાણે છે. લગ્ન બાદ પ્રિયંકા અને નિક હનીમુન માટે સ્વિત્ઝરલેન્ડ ગયા હતા. આ દરમિયાન તેમના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પ્રિયંકા માટે જેટલી દિવાનગી ભારતમાં છે તેટલી જ જાણીતી તે બહારના દેશોમાં પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X