Halloween Special : જુઓ બૉલીવુડની 10 Most Horror ફિલ્મો!

મુંબઈ, 31 ઑક્ટોબર : હૅલોવીન કે હૉલોવીન શું છે? આ એક રજાનો દિવસ છે કે જેની ઉજવણી 31મી ઑક્ટોબરની રાત્રે કરવામાં આવે છે. હૅલોવીન ભૂતોનો દિવસ ગણાય છે અને હવે તેને સંત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં આજથી આ હૅલોવીન ડે ફેસ્ટિવલની ઉજવણી શરૂ થઈ જશે. આ દિવસે લોકો પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. ઠેર-ઠેર ભુતિયા પાર્ટીઓ યોજાય છે અને કોળુ સજાવી લટકાવી દેવામાં આવે છે. આ ફેસ્ટિવલ દર વર્ષે 31મી ઑક્ટોબરની રાત્રે ઉજવવામાં આવે છે.

ભારતમાં પણ પહેલી વખત દિલ્હી અને આસપાસના સ્થળોએ હૅલોવીન પાર્ટીઓનું આયોજન કરાઈ રહ્યું છે. હકીકતમાં ઘણા પશ્ચિમી દેશોનું માનવું છે કે પૂર્વજોના આત્માઓને ખુશ રાખવો જરૂરી છે. તેની પાછળ તેમની દલીલ છે કે જો આત્માઓ નારાજ થઈ જાય, તો બહુ નુકસાન પહોંચાડી શકે છે.

ચાલો હાલ તો હૅલોવીન સ્પેશિયલમાં આપને બતાવીએ બૉલીવુડની 10 હૉરરેસ્ટ ફિલ્મો :

ભૂત

ભૂત

ભૂત બૉલીવુડની બેસ્ટ હૉરર ફિલ્મોમાંની એક હતી. તેની સફળતા બાદ તેની સિક્વલ ભૂત રિટર્ન્સ પણ બનાવવામાં આવી હતી.

હૉરર સ્ટોરી

હૉરર સ્ટોરી

વિક્રમ ભટ્ટ લિખિત અને આયુષ રૈના દિગ્દર્શિત બૉલીવુડ ડ્રૅમેટિક હૉરર ફિલ્મ હતી હૉરર સ્ટોરી. આ ફિલ્મ 2011ની હૉલીવુડ હૉરર ફિલ્મ ગ્રેવ એનકાઉંટર્સથી પ્રેરિત હતી.

1920 એવિલ રિટર્ન્સ

1920 એવિલ રિટર્ન્સ

1920 એવિલ રિટર્ન્સ પણ વિક્રમ ભટ્ટે લખી હતી અને તેનું દિગ્દર્શન ભૂષણ પટેલે કર્યુ હતું. આ ફિલ્મ પણ 2008માં આવેલી 1920ની સિક્વલ હતી.

હૉન્ટેડ 3ડી

હૉન્ટેડ 3ડી

હૉન્ટેડ 3ડીએ હાઇએસ્ટ ઓપનિંગ મેળવ્યુ હતું. 3ડીમાં બનવાના કારણે ફિલ્મ પ્રત્યે લોકોનું ખાસ આકર્ષણ હતું.

રાઝ 3

રાઝ 3

રાઝ અને રાઝ 3માં બિપાશા બાસુ લીડ રોલમાં હતાં કે જેમણે સાચે જ ભારતીય દર્શકોને ડરાવવામાં સફળતા મેળવી હતી.

નૈના

નૈના

નૈના 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કોર્નિયા ટ્રાંસપ્લાંટિંગ દર્શાવાયુ હતું કે જેને લઈને વિવાદ ઊભો થયો હતો.

રાત

રાત

રાત 1992માં આવી હતી. રામ ગોપાલ વર્મા લિખિત અને દિગ્દર્શિત રાતમાં રેવતીએ પ્રોટાગોનિસ્ટ મનીષા શર્માનો રોલ કર્યો હતો. આ ફિલ્મે પૉઝિટિવ રિસ્પૉન્સ મેળવ્યો હતો.

આત્મા

આત્મા

આત્મા 2013માં આવી હતી. સુપર્ણ વર્મા દિગ્દર્શિત સાયકોલૉજિકલ થ્રિલર ફિલ્મ આત્મામાં બિપાશા બાસુ અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં હતા, જ્યારે ડોયેલ ધવન તેમજ શહેનાઝ પટેલે સપોર્ટિંગ રોલ્સ કર્યા હતાં.

રાગિણી એમએમએસ 2

રાગિણી એમએમએસ 2

રાગિણી એમએમએસ 2 આ જ વર્ષે રિલીઝ થયેલી. આ ઇરોટિક-હૉરર ફિલ્મ 2011માં આવેલી રાગિણી એમએમએમસની સિક્વલ હતી. સિક્વલમાં સન્ની લિયોને પહેલી વખત લીડ રોલ કર્યો હતો.

ડરના મના હૈ

ડરના મના હૈ

રામ ગોપાલ વર્માએ છ વાર્તાઓને ભેગી કરી ડરના મના હૈ ફિલ્મ બનાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X