• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy B'day: કેટલી સંપત્તિના માલિક છે મનોજ બાજપેયી? જાણો 'શ્રીકાંત તિવારી'ની ઈનસાઈડ સ્ટોરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે બૉલિવુડ અભિનેતા મનોજ બાજપેયીનો જન્મદિવસ છે. હાલમાં જ આવેલી પોતાની વેબ સીરિઝ ફેમિલી મેન સિઝન-2ને લઈને મનોજ બાજપેયી ઘણા ચર્ચામાં રહ્યા. ઈંટેલીજન્સ એજન્સી 'ટાસ્ક'ના એજન્ટ શ્રીકાંત તિવારી તરીકે મનોજ બાજપેયીની ભૂમિકાને ખૂબ પ્રશંસા મળી છે. જો કે, એક સમય એવો પણ હતો જ્યારે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં મનોજ બાજપેયીને ત્રણ વાર રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ મનોજ બાજપેયીએ હાર ન માની અને પોતાની બેજોડ એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ મુકામ મેળવ્યુ. આવો જાણીએ કેવી છે મનોજ બાજપેયીની અંગત જિંદગી અને કેટલી સંપત્તિના માલિક છે મનોજ બાજપેયી?

મનોજ બાજપેયી પાસે છે આટલી સંપત્તિ

મનોજ બાજપેયી પાસે છે આટલી સંપત્તિ

મીડિયા રિપોર્ટસ મુજબ મનોજ બાજપેયી હાલમાં લગભગ 147 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. મનોજ બાજપેયીનો કારનો શોખ છે અને તેમની પાસે ત્રણ ગાડીઓ છે. આમાં 41.1 લાખ રૂપિયાની કિંમતની બીએમડબ્લ્યુ 3 સીરિઝ, એક મહિન્દ્રા સ્કૉર્પિયો અને ટોયોટા ફૉર્ચ્યુનર કાર શામેલ છે. ફિલ્મોમાં તેમના દમદાર અભિનય માટે તેમને ફિલ્મફેર અવૉર્ડ, નેશનલ ફિલ્મ અવૉર્ડ અને 2019માં પદ્મશ્રીથી સમ્માનવામાં આવી ચૂક્યા છે.

દ્રોહકાલ દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી

દ્રોહકાલ દ્વારા બૉલિવુડમાં એન્ટ્રી

મનોજ બાજપેયીએ પોતાની એક્ટિંગની કરિયરની શરુઆત 1994માં આવેલી ફિલ્મ 'દ્રોહકાલ' દ્વારા કરી હતી. જો કે, આ પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવા માટે તેમને ઘણી સ્ટ્રગલ કરવી પડી. બેતિયાના મહારાની જાનકી કૉલેજથી પોતાની 12માં સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ મનોજ બાજપેયી દિલ્લી આવી ગયા અને રામજસ કૉલેજમાં એડમિશન લીધુ.

કોણ છે મનોજ બાજપેયીની પત્ની

કોણ છે મનોજ બાજપેયીની પત્ની

મનોજ બાજપેયીએ 2006માં અભિનેત્રી શબાના રઝા સાથે લગ્ન કર્યા, જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેહા બાજપેયીના નામથી ઓળખવામાં આવે છે. મનોજ અને નેહાને એક દીકરી છે જેનુ નામ અવા નાયલા છે. નેહા બાજપેયીએ પોતાની એક્ટિંગની કરિયરની શરુઆત 1998માં અભિનેતા બૉબી દેઓલ સાથે ફિલ્મ 'કરીબ'થી કરી હતી. આ ઉપરાંત તેમણે ફિલ્મ હોગી પ્યાર કી જીત, ફિઝા, રાહુલ ઓર આત્મામાં કામ કર્યુ છે.

શું ફેમિલી મેન-2ની કહાની

શું ફેમિલી મેન-2ની કહાની

એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી વેબ સીરિઝ ફેમિલી મેન-2માં મનોજ બાજપેયીએ ઈંડિયન ઈંટેલીજન્સ એજન્સી ટાસ્કના એક સિક્રેટ એજન્ટ 'શ્રીકાંત તિવારી'ની ભૂમિકા નિભાવી છે. સીરિઝમાં પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ સાથે જોડાયેલ સભ્ય સમીર ચેન્નઈમાં એક બૉમ્બ ધમાકા દ્વારા શ્રીલંકાના તમિલ વિદ્રોહી નેતા ભાસ્કરનના ભાઈ સુબ્બુની હત્યા કરાવી દે છે. ત્યારબાદ ભાસ્કરનને જ મળીને મેજર સમીર ભારતના પ્રધાનમંત્રી બાસુ પર એક હુમલો પ્લાન કરે છે. આ હુમલાને અંજામ આપવા માટે ભાસ્કરનની ટીમથી રાજી(સામંથી)ને પસંદ કરવામાં આવે છે અને હુમલાને નિષ્ફળ કરવાની જવાબદારી શ્રીકાંત તિવારીના ખભે આવી જાય છે.

ક્યારે આવશે ફેમિલી મેન-3, થયો ખુલાસો

ક્યારે આવશે ફેમિલી મેન-3, થયો ખુલાસો

ફેમિલી મેન-2 જોયા પછી દર્શકો ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, હજુ ફેમિલી મેન-3નુ શૂટિંગ શરુ થયુ નથી પરંતુ મનોજ બાજપેયીએ આનો ખુલાસો કરી દીધો છે કે સીરિઝની ત્રીજી સિઝન ક્યારે આવશે. એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ 'બૉલિવુડ બબલ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ જણાવ્યુ કે લૉકડાઉન ખુલ્યા બાદ ફેમિલી મેનની સિઝન 3નુ શૂટિંગ શરુ કરવામાં આવશે અને જો બધુ ઠીક રહ્યુ તો લગભગ દોઢ વર્ષમાં ત્રીજી સિઝન તૈયાર થઈ જશે.

English summary
Happy B'day: How much property does Manoj Bajpai own? Know the inside story of Srikant Tiwari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion