5 Mistakes : Hot હૃતિકે રિજેક્ટ કરેલી 5 ફિલ્મો કે જે Hit થઈ
મુંબઈ, 10 જાન્યુઆરી : હૃતિક રોશન એટલે કે ગ્રીક ગૉડ. તેઓ સુપર સ્ટાર છે અને લોકોના ફૅવરિટ પણ, પરંતુ ભૂલ કોનાથી નથી થતી? આજે હૃતિક રોશન જન્મ દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે અમે બતાવવા જઈ રહ્યા છીએ તેમના બૉલીવુડ કૅરિયરની 5 ભૂલો વિશે.
હૃતિક રોશનનો કૅરિયર ગ્રાફ ધ્યાનથી જોવામાં આવે, તો તેઓ બૉક્સ ઑફિસના કિંગ તો નથી જ. તેમની ઉપર પૈસા લગાવવા દિગ્દર્શક માટે જુગાર રમવા જેવું હોય છે. ફિલ્મ ચાલી તો ગુડ, ન ચાલી તો કિસ્મત. જોકે હૃતિકના ફૅન ફૉલોઇંગ પર કોઈ અસર નથી થતી. ફૅન્સે તો હૃતિકને આજે પણ પોતાના હૃદયમાં વસાવી રાખ્યાં છે, પરંતુ હૃતિકે પણ પોતાના કૅરિયરમાં ફિલ્મોની પસંદગી કરતી વખતે સમજવુ-વિચારવું જોઇએ.
ચાલો તસવીરો સાથે બતાવીએ હૃતિક રોશનની બૉલીવુડ કૅરિયરની 5 ભૂલો :

દિલ ચાહતા હૈ
આકાશ એટલે કે આમિર ખાનનો રોલ હૃતિક રોશન માટે તૈયાર કરાયો હતો, પણ હૃતિકને તે પસંદ ન પડ્યો. પછી આ રોલ અભિષેક બચ્ચનને મળ્યો, પણ તેમણેય ઇનકાર કરી દીધો. છેલ્લે આમિરને અક્ષય ખન્ના વાળા રોલ માટે ફાઇનલ કરાયા,પરંતુ ફાઇનલી આકાશનો રોલ આમિરે કર્યો.

સ્વદેસ
આશુતોષ ગોવારીકરે સ્વદેશમાં આ રોલ માટે હૃતિકને ઍપ્રોચ કર્યા હતાં, પણ તેમને લાગ્યું કે જમીન સાથે જોડાયેલ આ પાત્રમાં તેઓ ફિટ નહીં બેસે અને તેમણે આ રોલ રિજેક્ટ કર્યો. સ્વદેસ શાહરુખના કૅરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણાય છે.

મૈં હૂં ના
ફરાહ ખાનની ફિલ્મ મૈં હૂં નામાં હૃતિકને લકી એટલે કે લક્ષ્મણ પ્રસાદના રોલ માટે ઍપ્રોચ કરાયા હતાં અને શાહરુખના ભાઈ બની હૃતિક બહુ ક્યૂટ પણ લાગત, પરંતુ હૃતિકે સુઝાનના ભાઈ ઝાયેદ ખાન માટે આ રોલ છોડ્યો અને આ ફિલ્મ ઝાયેદ માટેલકી સાબિત થઈ.

બંટી ઔર બબલી
ડર બહુ બેકાર વસ્તુ હોય છે. તે આપની પાસે મોટી-મોટી ભૂલો કરાવી જાય છે. એવી જ ભૂલ હતી બંટી ઔર બબલી. યશરાજ સાથે હૃતિકે મુઝસે દોસ્તી કરોગીમાં કામ કર્યુ હતું કે જે ફિલ્મ ફ્લૉપ નિવડી હતી. એટલે જ હૃતિક યશરાજ અને રાણી મુખર્જી બંને અંગે સ્યોર નહોતાં.

રંગ દે બસંતી
આ કદાચ હૃતિકની સૌથી મોટી ભૂલ હતી. હૃતિકને રંગ દે બસંતીની સ્ક્રિપ્ટ બહુ ગમી હતી, પણ તેઓ ડીજે એટલે કે આમિર ખાનનો રોલ કરવા માંગતા હતાં, જ્યારે આમિરને આ રોલ માટે ફાઇનલ કરી દેવાયા હતાં. જોકે આ ફિલ્મના દરેક પાત્રે પોતાની છાપ છોડી અને હૃતિકની આ ભૂલ સાબિત થઈ.

ડાઉટ શુદ્ધિ
કરણ જૌહરની આ ચર્ચિત ફિલ્મ શુદ્ધિનો તો શો હાલ થઈ ગયો છે? ખેર, કરીના-હૃતિક આ ફિલ્મ માટે ફાઇનલ હતાં, પણ બંનેએ ફિલ્મ છોડી દીધી. હવે આ હૃતિકની ભૂલ છે કે નહીં, તે તો સમય જ જણાવશે, કારણ કે આ ફિલ્મ હજી પાઇપલાઇનમાં છે.












Click it and Unblock the Notifications
