B'Day Spcl: પ્રિયંકા ચોપરા વિશેની આ વાતો તમે જાણો છો?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની સુપરહિટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજે એટલે કે 18 જુલાઇ, 2017ના રોજ 35 વર્ષની થઇ છે. પ્રિયંકાનું કરિયર હાલ પિક પોઇન્ટ પર છે. 'ક્વોન્ટિકો' અમેરિકન ટીવી સિરિયલની બે સીરિઝ બાદ તે ટૂંક સમયમાં જ તેની ત્રીજી સીરિઝનું શૂટિંગ શરૂ કરનાર છે. હાલ તે બે હોલિવૂડ ફિલ્મો પર કામ કરી રહી છે. પોતાની મનપસંદ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતી યુવતીઓ માટે પ્રિયંકા ઓલરેડી એક આઇડલ છે. ખૂબ નાની ઉંમરમાં તેણે ઘણી સફળતા હાંસલ કરી છે.

સ્કૂલમાં પણ હતી બ્યૂટી ક્વીન

સ્કૂલમાં પણ હતી બ્યૂટી ક્વીન

પ્રિયંકા જ્યારે બરેલીમાં હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હતી, એ દરમિયાન તેણે May Queen ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ તેણે ફેમિના મિસ ઇન્ડિયા 2000માં ભાગ લીધો અને ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બની, ત્યાર બાદ તેણે મિસ વર્લ્ડનું ટાઇટલ જીત્યું. મિસ વર્લ્ડ 2000 બન્યા બાદ પ્રિયંકાએ કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો, કારણ કે મિસ વર્લ્ડ બનતાં જ તેને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી.

ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન

ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન

બોલિવૂડ, હોલિવૂડ અને 'ઇન માય સિટી' આલ્બમ દ્વારા સંગીત ક્ષેત્રે નામના મેળવનાર પ્રિયંકાએ જાતે ભલે અભ્યાસ અધૂરો મુક્યો હોય, પરંતુ તેણે ભારતમાં ગરીબ બાળકોના ભણતર અને અભ્યાસ માટે એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે. આ ફાઉન્ડેશનનું નામ છે, ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન.

નેગેટિવ રોલ

નેગેટિવ રોલ

પ્રિયંકાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું એના બીજા જ વર્ષે તેણે 'એતરાઝ' ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવવાની હિંમત કરી હતી. આ તેની બોલિવૂડમં 7મી ફિલ્મ હતી. આ સિવાય તેણે 'બરફી', 'ફેશન', 'સાત ખૂન માફ', 'મેરી કોમ' જેવી રિમાર્કેબલ અને હિટ ફિલ્મો આપી છે. હોલિવૂડમાં પણ પોતાની પ્રથમ ફિલ્મ 'બેવોચ'માં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું છે.

રિસ્ક લેવાથી ડરતી નથી

રિસ્ક લેવાથી ડરતી નથી

પ્રિયંકાના આ નિર્ણયો સૂચવે છે કે, તે રિસ્ક લેવાથી ડરતી નથી. પ્રિયંકાની પ્રથમ ફિલ્મ 'બેવોચ'ને ભલે ક્રિટિક્સે નકારી હોય, પરંતુ પ્રિયંકાની એક્ટિંગ સૌએ વખાણી છે. ક્રિટિક્સ અને ઓડિયન્સ બંન્નેને પ્રિયંકાની સ્ક્રિન પ્રેઝન્સ પસંદ પડી છે. આથી જ તો હાલ તેના હાથમાં અન્ય બે હોલિવૂડ ફિલ્મો છે.

મલ્ટી ટેલેન્ટેડ

મલ્ટી ટેલેન્ટેડ

પ્રિયંકા ચોપરા માત્ર સુંદર અભિનેત્રી જ નહીં, પ્રોડ્યૂસર, સિંગર અને સોંગ રાઇટર પણ છે. જી હા, તે ગીત ગાવાની સાથે ગીતો લખે પણ છે. પ્રિયંકાએ Will.I.Am અને Pitbull સાથે સોંગ્સ રેકોર્ડ કર્યા છે. ટાઇમ મેગેઝિનના 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલમાં પ્રિયંકાનું નામ છે અને તે બે વાર People's choice Award પણ જીતી ચૂકી છે.

માતાનો સપોર્ટ

માતાનો સપોર્ટ

પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાની પણ ખૂબ નજીક છે. પ્રિયંકાના કરિયરમાં તેને સપોર્ટ કરવા માટે મધુ ચોપરાએ પોતાનું કરિયર છોડી દીધું હતું. મધુ ચોપરા બરેલીમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ હતા. પ્રિયંકા જ્યાં પણ જાય, ત્યાં હંમેશા તેની માતા તેની સાથે રહે છે.

પપ્પાએ આપી હતી પ્રેરણા

પપ્પાએ આપી હતી પ્રેરણા

પ્રિયંકાના ફેન્સ જાણતા જ હશે કે, પ્રિયંકા તેના પિતાની ખૂબ નજીક હતી. તેના પપ્પા પોતે ખૂબ સારું ગાતા હતા અને તેમની ઇચ્છા હતી કે પ્રિયંકા પણ સિંગિગમાં હાથ અજમાવે. આ કારણે પ્રિયંકાને પોતાને પણ સિંગર બનવાની ઇચ્છા હતી, આથી જ તેણે 'ઇન માય સીટિ' આલ્બમ બહાર પાડવાની હિંમત કરી હતી. આ પહેલાં તેણે સિંગિગની ટ્રેનિંગ પણ લીધી હતી. ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો'માં પણ તેણે એક ગીત ગાયું છે.

પહેલી ફિલ્મ હતી તમિલ

પહેલી ફિલ્મ હતી તમિલ

પ્રિયંકા ચોપરા વર્ષ 2002માં અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'હમરાઝ'થી ડેબ્યૂ કરનાર હતી, પરંતુ એ થઇ ન શક્યું. ત્યાર બાદ તેણે તમિલ ફિલ્મ 'થામિઝાં'થી એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મ તો હિટ થઇ હતી, પરંતુ તેના રિવ્યુમાં પ્રિયંકાને લિમિટેડ એક્ટર કહેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે બોલિવૂડમાં 'ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય'થી ડેબ્યૂ કર્યું હતું.

સિંગગ ડેબ્યૂ

સિંગગ ડેબ્યૂ

ઘણા ઓછાને ખબર હશે કે, બોલિવૂડમાં એક્ટર તરીકે ડેબ્યૂ કરતાં પહેલા જ તેણે સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી તમિલ ફિલ્મમાં જ તેના ડાયરેક્ટર અને કો-સ્ટાર વિજયે તેને ફિલ્મમાં ગીત ગાવાનું કહ્યું હતું. વિજયે પ્રિયંકાને સેટ પર ગીત ગાતા સાંભળી હતી અને તેમના કહેવાથી પ્રિયંકાએ એક ગીત ગાયું પણ હતું.

પુરસ્કાર અને સન્માન

પુરસ્કાર અને સન્માન

પ્રિયંકા ચોપરાને વર્ષ 2008માં ફિલ્મ 'ફેશન' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો હતો. તે પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ અને બે પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ(ટીવી સીરિધ 'ક્વોન્ટિકો' માટે) જીતી ચૂકી છે. પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતનાર તે પહેલી સાઉથ એશિયન એક્ટ્રેસ છે. આ સિવાય વર્ષ 2016માં પ્રિયંકાને સરકાર તરફથી પદ્મ શ્રી સન્માનથી પણ નવાજવામાં આવી હતી.

English summary
Happy Birthday Priyanka Chopra! Read some interesting facts about Priyanka Chopra on her 35th birthday.
Please Wait while comments are loading...