હૅપ્પી બર્થ ડે : 47 વર્ષના થઈ ગયાં સલમાન ખાન
મુંબઈ, 27 ડિસેમ્બર : મૈંને પ્યાર કિયા ફિલ્મથી લઈ દબંગ 2 સુધી બૉલીવુડમાં છવાઈ જનાર સલમાન ખાનનો આજે જન્મ દિવસ છે. પૂરા 47 વર્ષના થઈ ગયાં છે સલમાન ખાન. સલમાનનો જન્મ દિવસ માત્ર તેમની ફિલ્મોના દીવાનાઓ માટે જ કે તેમના ફૅન્સ માટે જ નહીં, પણ તેવા લોકો માટે પણ ખાસ છે કે જેમને સલમાનની સ્વૈચ્છિક સંસ્થા બીંગ હ્યૂમન તરફથી સહાય મળી, પરંતુ હા, આ વખતે જન્મ દિવસના કેકમાં થોડીક ખટાશ ભળી ગઈ છે, કારણ કે હિટ એન્ડ રન કેસ અંગે સલમાને આજે કોર્ટમાં રજુ થવું પડી શકે છે.

સલમાન ખાનના જન્મ દિવસે દર વખતની જેમ આ વખતે પણ લોકોના મનમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યાં છે. પ્રથમ એ કે 47 પૂરા કરી ચુક્યા છે સલમાન, અરે સલમાન ભાઈ લગ્ન ક્યારે કરશો? અને જો લગ્ન કરશો, તો કોની સાથે કરશો? આ જ વિચાર સાથે જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ મીડિયાએ તેમને અનેક છોકરીઓનું સુચન પણ કરી નાંખ્યુ કે જેમાં કૅટરીના કૈફ અને સોનાક્ષીના નામ ટોચે રહ્યાં.
ખેર, સલમાન હાલ પોતાના લગ્ન અંગે કંઇ જ નથી વિચારતાં. તેઓ આજકાલ માત્ર બે વાતો અંગે વિચારી રહ્યાં છે - પહેલી બાબત કોર્ટ કેસ કઈ રીતે ફેસ કરે અને બીજી બાબત એ કે દબંગની કમાણી કઈ રીતે વધારી શકાય. કોર્ટમાં આજે તેમની તારીખ છે કે જેથી તેમને આજે કદાચ રાજસ્થાન જવું પડી શકે છે. જોકે મળતી માહિતી પ્રમાણે તેમના વકીલ આજે તારીખ આગળ વધારી દેશે, તો દબંગની વાત કરીએ, તો તેમની આ લેટેસ્ટ ફિલ્મ અત્યાર સુધી 92 કરોડની કમાણી કરી ચુકી છે અને સો કરોડની નજીક છે.
સલમાનના જન્મ દિવસે લોકો તેમને હૅશ ટૅગ - #HappyBirthdaySalmanKhan લગાવી શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. હાલ તેઓ ટ્વિટર ઉપર ટૉપ ટ્રેન્ડમાં છે. સાથે જ ફેસબુકમાં પણ તેઓ ટ્રેન્ડમાં છે. આપણે આશા કરીએ કે સલમાન ખાન દીર્ઘાયુષ્ય થાય અને તેઓ લાંબાગાળા સુધી બૉલીવુડમાં પોતાની દગંબાઈ જાળવી રાખે. નીચે આપેલ કૉમેન્ટ બૉક્સમાં લખી આપ પણ સલમાનને શુભેચ્છા પાઠવી શકો છો.












Click it and Unblock the Notifications
