Shweta Tiwari Birthday: એક સમયે 500 રુપિયા પગાર હતો, આજે છે કરોડોની સંપત્તિની માલિક
Shweta Tiwari Birthday: ટીવી સીરિયલ કસૌટી ઝિંદગીથી ઘર-ઘરમાં ફેમસ થયેલી લોકપ્રિય કલાકાર શ્વેતા તિવારીને કોણ નથી જાણતું. શ્વેતા તિવારી આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. અભિનેત્રી આજે એટલે કે 4 ઓક્ટોબર 2023ના રોજ તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આવો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે.
શ્વેતા તિવારી હંમેશાથી અભિનેત્રી બનવા માંગતી હતી. તેણે 12 વર્ષની ઉંમરે કમાવાનું શરૂ કરી દીધુ હતુ. રિપોર્ટ મુજબ શ્વેતાની પહેલી સેલેરી માત્ર 500 રૂપિયા હતી. તે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી. આજે અભિનેત્રી ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે.

માહિતી મુજબ શ્વેતા તિવારી લગભગ 81 કરોડ રૂપિયાની માલિક છે. આ સિવાય અભિનેત્રી પ્રતિ એપિસોડ 60થી 70 લાખ રૂપિયા કમાય છે. એટલું જ નહીં, શ્વેતા બ્રાન્ડ પ્રમોશન માટે મોટી રકમ લે છે. અભિનેત્રી તેની પુત્રી પલક તિવારી સાથે મુંબઈમાં એક આલીશાન મકાનમાં રહે છે. જો કે, આ ઘરની કુલ કિંમત વિશે કોઈ માહિતી નથી.
શ્વેતા તિવારી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેની પાસે કારનું શાનદાર કલેક્શન છે જેની કિંમત કરોડોમાં છે. જેમાં 1.38 કરોડ રૂપિયાની BMW 7 સિરીઝ 730 LD, 47.60 લાખ રૂપિયાની Audi A4 જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે. આ સિવાય અભિનેત્રી પાસે 6 લાખ રૂપિયાની સેન્ટ્રો પણ છે.
તમને જણાવી દઈએ કે 43 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી પોતાની ફિટનેસથી યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. તે અવારનવાર પોતાના ગ્લેમર લુકને કારણે ચર્ચામાં રહે છે. તે દરરોજ તેના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. અભિનેત્રીની પુત્રી પલક તિવારીએ હાલમાં જ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.












Click it and Unblock the Notifications
