Hardik pandya-Janhvi kapoor Affair : હાર્દિક પંડ્યા અને જ્હાન્વી કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં છે?
Hardik pandya-Janhvi kapoor Affair : હાર્દિક પંડ્યા તેની વાઈફ નતાશાને ડિવોર્સ આપ્યા બાદ સતત ચર્ચામાં છે. કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હાર્દિક પંડ્યાનું નામ હવે અન્ય એક અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાના ફોટો અભિનેત્રી જ્હાન્વી કપૂર સાથે વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટો વાયરલ થયા બાદ બન્નેના અફેરની ચર્ચા શરૂ થઈ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ હાર્દિક પંડ્યા અને જાહ્નવી કપૂરની તસવીરો વારંવાર શેર કરી રહ્યાં છે. આ ફોટો સાથે કેપ્શનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યા અને જાહ્નવી કપૂર માલદીવના બીચ પર સેલિબ્રિેટ કરવા પહોચ્યા હતા. આ તસવીરોમાં હાર્દિક અને જ્હાન્વી કપૂર બીચ પર સાથે જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ તસવીર નકલી છે. બોલીવુડ સોંગ નામના ફેસબુક પેજ પર બંનેના ફોટા શેર કરવામાં આવ્યા હતા. ફેસબુક પેજ પર તસવીર શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે જાહ્નવી કપૂર અને હાર્દિક પંડ્યાના માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
બંને માલદીવના સુંદર દરિયાકિનારા પર મસ્તી અને આરામ કરતા જોવા મળ્યા. જાહ્નવીએ તેના ગ્લેમરસ બીચ વેર લુકથી ચાહકોના દિલ જીતી લીધા, તો હાર્દિક કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો.
હાર્દિક પંડ્યા અને જ્હાન્વી કપૂરનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફોટો વાસ્તવમાં AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે અને ફેક છે. આ ફોટો બંને સ્ટાર્સનો અસલી ફોટો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ તે AI દ્વારા બનાવેલા છે. આ પહેલા પણ ઘણા ક્રિકેટરો અને બોલિવૂડ અભિનેત્રીઓના આવા ફોટા વાયરલ થયા છે.












Click it and Unblock the Notifications
