રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પટાકા લુકમાં દિવાળી પાર્ટીમાં પહોંચી હાર્દિક પંડ્યાની એક્સ વાઈફ, જુઓ વીડિયો
હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ લીધા બાદ નતાશા સ્ટેનકોવિકનું નામ અન્ય વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ તે તેના કથિત બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચી હતી.
હાર્દિક પંડ્યાને છોડ્યા બાદ તે સતત એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોવા મળી રહી છે. હાલમાં તે ફરીથી એલેક્સ સાથે કેમેરામાં કેદ થઈ છે.

ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાએ 26 ઓક્ટોબરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સેલિબ્રેશનમાં નતાશા સ્ટેનકોવિક રેડ સાડીમાં પટાકા બનીને એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પહોંચી ગતી.
નતાશા સ્ટેનકોવિક તેના મિત્ર અને રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી અને તે દરમિયાન નતાશાએ તેને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.
નતાશાએ આ જ્યોર્જેટ સાડી સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યુ હતુ. તેણે જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે પાર્ટીમાં એન્ટ્રી મારી હતી. આ દરમિયાન તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે સફેદ કુર્તા-પાયજામા સાથે કેમેરા માટે જોરદાર પોઝ આપતી જોવા મળી.
નતાશા એલેક્ઝાન્ડર સાથે ઘણી જગ્યાએ જોવા મળી છે. હાલમાં જ બંને પૂલમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા. આ પછી બન્નેના અફેરની ચર્ચાઓએ વધારે વેગ પકડ્યો છે.












Click it and Unblock the Notifications
