Harsha Richhariya : કોણ છે દુનિયાની સૌથી ખૂબસૂરત હિન્દુ સાધ્વી હર્ષા રિછારિયા? જાણો કેમ ચર્ચામાં છે?
Maha kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. મહાકુંભ માટે દુનિયાભરમાંથી હિન્દુ સાધુ-સાધ્વીઓ પહોંચી રહ્યાં છે.
મહાકુંભમાં પહેલા શાહી સ્નાન બાદ વચ્ચે એક સાધ્વીની ખુબ ચર્ચા થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવતી આ સાધ્વી તેની ખૂબૂસૂરતી માટે પણ ચર્ચામાં છે.

મહાકુંભ વચ્ચે આ સાધ્વીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. યુઝર્સ તેને કુંભની સૌથી સુંદર સાધ્વી ગણાવી રહ્યાં છે. આ સાધ્વીનું નામ હર્ષા રિચારિયા છે. જે હવે સોશિયલ મીડિયા ક્વીન બની ગઈ છે. તેની ફેન ફોલોઇંગ રાતોરાત લાખોમાં પહોંચી છે.
હર્ષ રિછારિયા 30 વર્ષની છે અને ઉત્તરાખંડમાં રહે છે. હર્ષા આચાર્ય મહામંડલેશ્વરની શિષ્ય છે. હર્ષા પહેલા વ્યવસાયે એન્કર અને અભિનેત્રી હતી. બે વર્ષ પહેલાં બધું છોડીને સાધ્વી બની ગઈ. હવે હર્ષા રિચારિયા સાધ્વી હોવા ઉપરાંત એક સામાજિક કાર્યકર્તા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે.
મહાકુંભના હર્ષાના ફોટા અને વીડિયો વાયરલ થયા પછી તેની સુંદરતાની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. હર્ષા રિછારિયાના લગભગ 6 લાખ ફોલોઅર્સ હતા અને થોડા દિવસોમાં જ તે 1 મિલિયન સુધી પહોંચી ગયા છે.
જણાવી દઈએ કે સાધ્વી હર્ષ રિછારિયા મધ્યપ્રદેશના ભોપાલ શહેરની રહેવાસી છે. જે આ દિવસોમાં મહાકુંભનો એક ભાગ છે. તેમના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના પર ટિપ્પણી કરીને યુઝર્સ તેની સાદગી અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
