'હસીના પાર્કર'નું ધમાકેદાર ટ્રેલર, પરંતુ ટ્વીટર પર થયો વિરોધ!

Written By:
Subscribe to Oneindia News

અત્યાર સુધી શ્રદ્ધા કપૂરે બોલિવૂડમાં માત્ર કોલેજ ગોઇંગ હસતી-રમતી યુવતીનું જ પાત્ર ભજવ્યું છે. આથી જ જ્યારે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પાર્કર પર બની રહેલ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનું નામ ફાઇનલ થયું ત્યારથી લોકોને આ ફિલ્મ જોવાનો ખૂબ ઉત્સાહ હતો. શ્રદ્ધાની આ ફિલ્મ 'હસીના પાર્કર'નું પ્રથમ ટ્રેલર લોન્ચ થઇ ગયું છે.

હસીના પાર્કર

હસીના પાર્કર

મંગળવારે બપોરે આ ફિલ્મનું પ્રથમ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં હસીના પાર્કરની નાની યુવતીથી માંડીને નાગપાડાની ગોડમધર બનવા સુધીની સફર દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં શ્રદ્ધાનો લૂક અને તેના પોસ્ટરને ખૂબ વાહવાહી મળી હતી. એ જ પ્રમાણે ફિલ્મનું ટ્રેલર પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યું છે.

તદ્દન નવો છે આવતાર

તદ્દન નવો છે આવતાર

આ ફિલ્મમાં શ્રદ્ધા તદ્દન અલગ અને નવા અવતારમાં જોવા મળશે. આ પહેલાં મોટા પડદે ક્યારેય શ્રદ્ધાનો આ અવતાર જોવા નથી મળ્યો. ટ્રેલરમાં પણ અમુક સિન અને ડાયલોગને છોડીને શ્રદ્ધા પોતાની છાપ છોડવામાં સફળ રહી છે.

સિદ્ધાંત કપૂર

સિદ્ધાંત કપૂર

વધુ રસપ્રદ વાત એ છે કે, શ્રદ્ધાનો જ સગો ભાઇ સિદ્ધાંત આ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમનો રોલ કરી રહ્યો છે. આ અંગે વાત કરતાં સિદ્ધાંતે જણાવ્યું હતું કે, આ ફિલ્મના રોલ માટે તેણે એક વર્ષ તૈયારી કરી હતી.

સોનાક્ષી સિન્હા હતી પ્રથમ પસંદ

ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર ડાયરેક્યર અપૂર્વ લાખિયાએ જણાવ્યું કે, આ ફિલ્મ માટે પહેલા સોનાક્ષી સિન્હાને અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ તારીખો ન મળતાં આખરે શ્રદ્ધા પર પસંદગી ઉતારી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ 17 વર્ષથી લઇને 40 વર્ષ સુધીની મહિલાનો રોલ ભજવ્યો છે.

ટ્વીટર પર વિરોધ

ટ્વીટર પર વિરોધ

એક બાજુ લોકોને આ ટ્રેલર અને ફિલ્મમાં શ્રદ્ધાનો દમદાર રોલ પસંદ પડી રહ્યો છે, ત્યાં બીજી તરફ ટ્વીટર પર કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યાં છે. વિરોધ પાછળનું કારણ છે, હસીના પાર્કર. લોકોનું કહેવું છે કે, આવી ફિલ્મો દ્વારા માફિયા વર્લ્ડને ગ્લોરીફાય કરવું યોગ્ય નથી.

English summary
Heres Shraddha Kapoor in a never-seen before avatar in the trailer of Haseena Parkar.
Please Wait while comments are loading...