ડ્રગ્ઝ કેસઃ રિયા ચક્રવર્તી અને શોવિકની જામીન અરજી પર આજે સુનાવણી, NCB કરશે વિરોધ

રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે.

નવી દિલ્લીઃ બૉલિવુડ ડ્રગ્ઝ કેસમાં છેલ્લા 22 દિવસોથી જેલમાં બંધ રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે. સુશાંત કેસમાં ડ્રગ્ઝ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા અને તેના ભાઈ શોવિકની ધરપકડ કરી છે. આજે બૉમ્બે હાઈકોર્ટમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર સુનાવણી થશે. આ પહેલા પણ ઘણી વાર રિયા તરફથી જામીન અરજી કરવામાં આવી ચૂકી છે પરંતુ દરેક વખતે તેની અરજીને કોર્ટે ફગાવી દીધી.

rhea-showik

વળી, NCBએ કહ્યુ છે કે તે રિયા અને શોવિકની જામીન અરજીનો વિરોધ કરશે. એનસીબીએ કોર્ટ સામે ઘણા તર્ક આપ્યા છે અને કહ્યુ છે કે તેમને જામીન મળવાથી તપાસ પ્રભાવિત થશે. એનસીબીએ રિયાને ડ્રગ્ઝ સિંડેકેટનો હિસ્સો ગણાવી છે અને તેની જામીન અરજીનો વિરોધ કર્યો છે. એનસીબીએ રિયાને 9 સપ્ટેમ્બરે ડ્રગ્ઝ લેવા અને તેના પ્રતિબંધિત ડ્રગ્ઝ ખરીદ-વેચાણના આરોપોમાં ધરપકડ કરી છે.

આ પહેલા 23 સપ્ટેમ્બરે રિયાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ ભારે વરસાદના કારણે કોર્ટની રજા પડી ગઈ અને તેની અરજી પર સુનાવણી ન થઈ શકી. રિયા ચક્રવર્તીને મુંબઈની ભાયખલ્લા જેલમાં રાખવામાં આવી છે. રિયા અને શોવિક ઉપરાંત આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુશાંતની નજીકના સેમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંત, ડ્રગ પેડલર અબ્દુલ બાસિત પરિહારની જામીન અરજી પર પણ સુનાવણી થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X