ધરમ-હેમાના દીકરી અહાનાનું સગપણ, ટુંકમાં લગ્ન
મુંબઈ, 22 જૂન : ભલે દેઓલ પરિવારનો સિક્કો યમલા પગલા દીવાના 2 તરીકે બૉક્સ ઑફિસે ન ચાલ્યો હોય અને ધરમજી ચૂકી ગયા હોય, પણ પર્સનલ લાઇફમાં ધરમજી પોતાની તમામ જવાબદારીઓ સારી પેઠે નિભાવી રહ્યાં છે. શુક્રવારે ધર્મેન્દ્ર અને તેમના બીજા પત્ની ડ્રીમ ગર્લ હેમા માલિની માટે બહુ જ મોટો દિવસ હતો, કારણ કે શુક્રવારના રોજ બંનેની નાની દીકરી અહાનાનું સગપણ થઈ ગયું. અહાના દેઓલનું સગપણ દિલ્હીના બિઝનેસ મૅન વૈભવ વોહરા સાથે થયું છે. બંને એક-બીજાના જાણતા હતાં, પરંતુ આ સંબંધ પૂર્ણત્વે ઍરેંજ મૅરેજ ગણાવાઈ રહ્યો છે.

મુંબઈના જુહૂ ખાતે આવેલ હેમાના ઘરે અહાનાનું સગપણ થયું કે જ્યાં ધરમજી હાજર હતાં. હેમાએ મીડિયાને જણાવ્યું કે વૈભવ બહુ જ સારો છોકરો છે અને અહાના માટે દરેક રીતે ફિટ છે. હજી લગ્નની તારીખ નક્કી નથી થઈ, પણ ટુંકમાં જ બંને પરિવારો મળી લગ્નની તારીખ પાકી કરી નાંખશે. હેમાએ જણાવ્યું કે લગ્ન નક્કી થતાં જ મીડિયાને આ અંગેની માહિતી આપવામાં આવશે.
નોંધનીય છે કે ઓડિશી નૃત્યાંના અહાલા દેઓલ અંગે અગાઉ જાણવા મળ્યુ હતું કે તેઓ ફિલ્મોમાં આવવા તૈયાર છે. આ વાત પોતે હેમાએ એક ઈવેંટ દરમિયાન કહી હતી, પરંતુ કૅરિયરની વાત આવતા-આવતા અચાનક અહાનાના સગપણના સમાચાર આવી ગયાં કે જે શૉકિંગ સમાચાર છે. ખેર, આપને બતાવી દઇએ કે ધર્મેન્દ્ર-હેમાના નાના દીકરી અહાનાએ પોતાના માતા તેમજ મોટા બહેન એશા દેઓલ સાથે અનેક સ્ટેજ શો કર્યાં છે તથા અનેક જાહેર ખબરોમાં પણ તેઓ દેખાયાં છે. એશાના લગ્ન ગત વર્ષે બિઝનેસ મૅન ભરત તખ્તાણી સાથે થયા હતાં.












Click it and Unblock the Notifications
