For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાનૂ મંડલ વિશે લતા મંગેશકરની ટિપ્પણી પર હિમેશે રેશમિયાએ તોડ્યુ મૌન

સિંગર કમ્પોઝર અને અભિનેતા હિમેશ રેશમિયાએ રાનૂ મંડલ વિશે હાલમાં જ સ્વર કોકિલા લતા મંગેશકરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર પોતાનુ એક ગીત વાયરલ થયા બાદ નવુ સિંગિગ સેન્શેસન બનીને ઉભરેલી રાનૂ મંડલનું નવુ સિંગિગં સોન્ગ 'તેરી મેરી કહાની' રિલીઝ થઈ ગયુ છે. તેમનુ આ ગીત હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર'નું છુ. જેમાં રાનૂ મંડલ સાથે હિમેશ રેશમિયાએ પણ અવાજ આપ્યો છે. આ ગીત રિલીઝ થવા સાથે જ યુ ટ્યુબ પર ટૉપ ટ્રેડિંગમાં શામેલ થઈ ગયુ છે. એટલુ જ નહિ આ ગીતના રિલીઝ માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં હિમેશ રેશમિયા અને રાનૂ મંડલે ખુલીને પોતાની વાત સૌની સામે રાખી છે. આ દરમિયાન સિંગર કમ્પોઝર અને અભિનેતા હિમેશ રેશમિયાએ રાનૂ મંડલ વિશે હાલમાં જ સ્વર કોકિલા લતા મંગેશકરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે રાનૂ મંડલ વિશે લતા મંગેશકરના દ્રષ્ટિકોણને લોકોએ ખોટી રીતે સમજી લીધુ છે.

હિમેશ બોલ્યા - ‘રાનૂ મંડલ લતા મંગેશકરથી પ્રભાવિત જરૂર છે, પરંતુ....'

હિમેશ બોલ્યા - ‘રાનૂ મંડલ લતા મંગેશકરથી પ્રભાવિત જરૂર છે, પરંતુ....'

હિમેશ રેશમિયાએ કહ્યુ, ‘ઈન્ટરનેટ સેન્સેશન રાનૂ મંડલ લતા મંગેશકરથી પ્રભાવિત જરૂર છે પરંતુ તે લિજેન્ડ્રી સિંગરની સીધી નકલ નથી કરતા. એક મહાન ગાયકથી પ્રેરિત થવુ અને તે વ્યક્તિના કામની નકલ કરવા વચ્ચે ઘણો તફાવત છે. આજના સમયમાં અરિજીત સિંહ એક સારા ગાયક છે અને જો કોઈ તેમના જેવુ ગીત શરૂ કરે છે, તો એ રીતે લોકપ્રિય નથી થતો. છેવટે, એક પ્રેરણા ખૂબ જરૂરી છે.'

લોકોએ લતા મંગેશકરના દ્રષ્ટિકોણને ખોટી રીતે સમજી લીધુ

લોકોએ લતા મંગેશકરના દ્રષ્ટિકોણને ખોટી રીતે સમજી લીધુ

રાનૂ મંડલ વિશે હિમેશ રેશમિયાએ કહ્યુ, ‘આપણે બધા ક્યાંકને ક્યાંક કોઈથી પ્રેરણ મેળવતા હોય છે. જ્યારે મે હાઈ પિચ ગાવાનુ શરૂ કર્યુ તો લોકોએ આને નાકથી ગાવાની વાત કહી હતી પરંતુ ક્યાંકને ક્યાંક આંતરરાષ્ટ્રીય ગીત હંમેશા નાકથી થતી રહી છે, જે હવે ટ્રેન્ડ બની ગયુ છે.' વળી, લતા મંગેશકરની ટિપ્પણી પર હિમેશ રેશમિયાએ કહ્યુ, ‘લોકોએ લિજેન્ડ્રી સિંગર લતા મંગેશકરના દ્રષ્ટિકોણને ખોટી રીતે સમજી લીધુ છે પરંતુ એક કલાકાર માટે ખૂબ જરૂરી છે કે તે કોઈનાથી પ્રેરણા લઈને આગળ વધે.'

આ પણ વાંચોઃ હવે FWICEએ શ્રેયા ઘોષાલ અને સૈફ અલી ખાનને આપી ચેતવણી, જાણો કેમ?આ પણ વાંચોઃ હવે FWICEએ શ્રેયા ઘોષાલ અને સૈફ અલી ખાનને આપી ચેતવણી, જાણો કેમ?

હિમેશ બોલ્યા - ‘કોઈ સિંગરની નકલ કરવાનું કામ નથી આવતુ

હિમેશ બોલ્યા - ‘કોઈ સિંગરની નકલ કરવાનું કામ નથી આવતુ

હિમેશ રેશમિયાએ કહ્યુ, એ જોવાનુ છે કે લતાજીએ આ ટિપ્પણી કયા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કરી છે. હું એવુ અનુભવી રહ્યો છુ કે કોઈ સિંગરની નકલ કરવી કામ નથી આવતી પરંતુ હું એ પણ માનુ છુ કે કોઈનાથી પ્રેરણા લેવી પણ ખૂબ જરૂરી છે.' તેમણે આગળ કહ્યુ કે, ‘હું માનુ છુ કે રાનૂને આ ટેલેન્ટ જન્મથી મળ્યુ છે, તે લતાજીથી પ્રેરિત છે. હું એવુ બિલકુલ નથી માનતો કે કોઈ લતા મંગેશકરજીની જેમ લિજેન્ડ બની શકે છે, તે બધાથી સારા છે.'

લતા મંગેશકરે રાનૂ મંડલ વિશે શું કહ્યુ હતુ

લતા મંગેશકરે રાનૂ મંડલ વિશે શું કહ્યુ હતુ

તમને જણાવી દઈએ કે ઈન્ટરવ્યુ દરમિયાન રાનૂ મંડલ વિશે પૂછાયેલા સવાલ પર લતા મંગેશકરે કહ્યુ હતુ કે જો મારા નામ અને કામથી કોઈનુ ભલુ થાય છે તો હું પોતાને નસીબદાર સમજુ છુ. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યુ કે મને એ પણ લાગે છે કે કોઈની નકલ કરવી સફળતાનુ વિશ્વસનીય અને લાંબા સમય સુધી ટકાઉ સાધન નથી. મારા ગીતો ગાઈને કિશોર દા (કિશોર કુમાર) કે રફી સાહેબ (મોહમ્મદ રફી) કે મુકેશ ભૈયા કે આશા ભોંસલેના ગીતો ગાઈને કોઈ નવો સિંગર થોડા સમય માટે ધ્યાન આકર્ષિત કરી શકે છે પરંતુ વધુ સમય સુધી ટકી શકે નહિ. આ સાથે લતા મંગેશકરે નવા સિંગર્સને સલાહ આપી કે ઓરિજનલ બનો.

English summary
Himesh Reshamiya reacts Lata Mangeshkar Views on Ranu Mondal, Inspiration is important
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X