રિવીલિંગ ડ્રેસ પહેરી ટ્રોલ્સના નિશાને ચડી હિના ખાન, બ્લેક અંદાજ જોઈને તમે પણ ઘાયલ થઈ જશો
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં તે બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હિના ખાનનો આ ડિપનેક ડ્રેસ એકદમ બોલ્ડ છે. બ્લેક આઉટફિટમાં હિના ખાન કમાલ લાગી રહી છે.

ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન તેની બોલ્ડ અદાઓને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હિના ખાન તેની ખૂબસૂરતી અને બોલ્ડ ડ્રેસમાં ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. હવે હિના ખાને ફરીથી બ્લેક આઉટફિટમાં બોલ્ડનેસનો તડકો મારીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. જો કે બોલ્ડ દેખાવા જતા તે ટ્રોલ્સના નિશાને ચડી હતી.

હિના ખાનનો ગ્લેમરસ અવતાર
હાલમાં જ હિના ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક ફોટો અપલોડ કર્યા છે. હિના ખાનનો આ લુક આઇકોનિક ગ્લોબલ એવોર્ડ્સ 2023નો છે. અહીં હિના ખાન બ્લેક આઉટફિટમાં ગ્લેમરનો તડકો મારતી જોવા મળી હતી.

બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોઝ આપ્યા
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં તે બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હિના ખાનનો આ ડિપનેક ડ્રેસ એકદમ બોલ્ડ છે. બ્લેક આઉટફિટમાં હિના ખાન કમાલ લાગી રહી છે.

બ્લેક ડ્રેસમાં હિના ખાન કમાલ લાગી રહી છે
આ બ્લેક ડ્રેસ સાથે હિના ખાને સિલ્વર ઈયરિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા છે. ફોટોમાં હિના ખાનનો લુક એકદમ એલિગેન્ટ લાગી રહ્યો છે. હવે હિના ખાનનો આ સિઝલીંગ અવતાર સોશિયલવ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

હિનાની બોલ્ડનેસ જોઈને ટ્રોલ્સને મરચા લાગ્યા
જો કે હિના ખાનની બોલ્ડ અદાઓ અને ખૂબસૂરતીથી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને મરચા લાગ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ હિના ખાનને કપડા પહેરવા મુદ્દે માંગ્યા વગરની સલાહ પણ આપી રહ્યા છે.

હિના ખાન ટ્રોલ્સના નિશાને ચડતી રહે છે
આ પહેલી વખત નથી જ્યારે હિના ખાન ટ્રોલના નિશાને ચડી હોય. સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટો શેર કરીને આગ લગાવતી રહેતી હિના ખાન બિકીનીમાં પણ ફોટો શેર કરે છે. જો કે ત્યારે પણ તે ટ્રોલના નિશાને ચડી હતી.

હિના ખાનને ટ્રોલથી કોઈ ફરક પડતો નથી
ટ્રોલના નિશાને રહેતી હિના ખાનને ટ્રોલથી કોઈ ફરક પડતો નથી. તે બિંદાસ્ત રીતે તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હિના ખાન દરેક વખતે ટ્રોલિને નજરઅંદાજ કરે છે.












Click it and Unblock the Notifications
