Pics : અક્ષય સાથે જોડી બાબતમાં કૅટનો રેકૉર્ડ તોડશે સોના!

મુંબઈ, 14 એપ્રિલ : પુનઃ એક વાર યુવા દિલોની ધડકન સોનાક્ષી સિન્હા બૉલીવુડના મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર સાથે રૂપેરી પડદે દેખાવા આતુર છે. ફિલ્મનું નામ છે હૉલીડે કે જેમાં અક્ષય કુમાર એક ખેલાડી તરીકે દેખાશે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે, પરંતુ એક બાજુ ફિલ્મના નામ અને ટ્રેલર અંગે લોકોમાં ઉત્સુકતા છે, તો બીજી બાજુ વધુ એક બાબતે આ ફિલ્મને ખાસ બનાવી દીધી છે.

નોંધનીય છે કે હૉલીડે ફિલ્મ બાદ રૂપેરી પડદે સોનાક્ષયની આ ચોથી ફિલ્મ હશે અને આ અંગે સોનાક્ષી સિન્હા કહે છે - હૉલીડે અક્ષય સાથે મારી ચોથી ફિલ્મ છે. મારા ખ્યાલથી એક વાર એક જોડી સ્વીકારી લેવાય, તો લોકો તેમને પડદા ઉપર સાથે જોવાનું પસંદ કરે છે અને તેથી જ નિર્માતા-દિગ્દર્શકો અમને સાથે લે છે. સોનાક્ષી સિન્હાએ જણાવ્યું - આ વાતમાં કોઈ શંકા નથી કે કામ દરમિયાન અમે એક મધુર સંબંધ ધરાવીએ છીએ, પણ આ પણ સાચુ છે કે અમે ફિલ્મ નિર્માતાઓને ખુશ રાખવા માટે સમયના પણ ચુસ્ત છીએ.

હવે વાત આવે છે કૅટરીના કૈફના રેકૉર્ડની. સોનાક્ષી સિન્હા જે રીતે અક્ષય કુમાર સાથે ફિલ્મો સાઇન કરી રહ્યાં છે, તે જોતાં લાગે છે કે તેઓ કૅટરીના કૈફનો રેકૉર્ડ તોડી નાંખશે. કૅટરીના કૈફ અને અક્ષય કુમારની જોડી નવ ફિલ્મોમાં ચમકી ચુકી છે અને તમામ નવ ફિલ્મો સફળ રહી છે. બીજી બાજુ સોનાક્ષી સિન્હાની આ ચોથી ફિલ્મ બનવા જઈ રહી છે. સલમાન ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષીએ અત્યાર સુધી અજય દેવગણ, રણવીર સિંહ, સૈફ અલી ખાન અને શાહિદ કપૂર સાથે સ્ક્રીન શૅર કરી છે.

ચાલો જોઇએ રૂપેરી પડદે સોનાક્ષયની ફિલ્મોની તસવીરી ઝલક :

કૅટનો રેકૉર્ડ તોડશે સોના?

કૅટનો રેકૉર્ડ તોડશે સોના?

સોનાક્ષી સિન્હા અક્ષય કુમાર સાથે અત્યાર સુધી ત્રણ ફિલ્મો કરી ચુક્યાં છે અને હવે તેઓ ચોથી ફિલ્મમાં પણ અક્ષય સાથે જોડી બનાવી રહ્યાં છે. અક્ષય સાથે સૌથી વધુ નવ ફિલ્મોનો રેકૉર્ડ કૅટરીના કૈફને નામે છે. શું સોના કૅટનો આ રેકૉર્ડ તોડશે?

રાઉડી રાઠોડ

રાઉડી રાઠોડ

સોનાક્ષયની પ્રથમ ફિલ્મ રાઉડી રાઠોડ હતી. સલમાન ખાન સાથે દબંગ જેવી હિટ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી અંગે લાગતુ હતું કે તેઓ સલમાન સાથે જ હિટ થઈ શકશે, પરંતુ અક્ષય સાથે પ્રથમ જ ફિલ્મ હિટ રહી હતી અને આ જોડી ચાલી નિકળી હતી.

ઓએમજી

ઓએમજી

રાઉડી રાઠોડ પછી આ બંને ઓહ માય ગૉડમાં દેખાયાં, પરંતુ ઓએમજીને આપણે સોનાક્ષયની ફિલ્મ ન કહી શકીએ, કારણ કે તેમાં સોનાક્ષી સિન્હાએ માત્ર આયટમ સૉંગ કર્યુ હતું.

જોકર

જોકર

રાઉડી રાઠોડની સફળતા પછી લોકોને લાગ્યુ હતું કે આ જોડી ફિલ્મને હિટ કરાવી શકે છે અને ફરાહ ખાને સોનાક્ષયને લઈ જોકર ફિલ્મ બનાવી, પરંતુ કોઈ પણ કારણસર આ ફિલ્મ નિષ્ફળ નિવડી હતી.

વન્સ અપૉન...

વન્સ અપૉન...

સોનાક્ષય વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં પુનઃ આવી હતી. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની આ સિક્વલમાં જોકે સોનાક્ષીએ જોડી ઇમરાન ખાન સાથે બનાવી હતી.

બૉસ

બૉસ

સોનાક્ષી સિન્હાએ બૉસ ફિલ્મમાં પણ અક્ષય કુમાર સાથે સ્ક્રીન શૅર કરી હતી. જોકે સોના કેવલ એક આયટમ સૉંગમાં નજરે પડ્યા હતાં.

હૉલીડે

હૉલીડે

હવે સોનાક્ષી સિન્હા ફરી એક વાર અક્ષય કુમાર સાથે જોડી બનાવી રહ્યાં છે. ફિલ્મનું નામ હૉલીડે છે. આ ફિલ્મનું અગાઉ પિસ્તોલ નામ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X