મા-બાપ, બહેન બધાને વચ્ચે લાવી, હવે ચૂપ નહિ રહુ, હની સિંહે પત્નીના ઘરેલુ હિંસાના આરોપો પર તોડ્યુ મૌન
મુંબઈઃ બૉલિવુડ સિંગર અને રેપર યો યો હની સિંહે પોતાની પત્ની શાલિની તલવારના લગાવેલા ઘરેલુ હિંસાના આરોપો પર મૌન તોડ્યુ છે. હની સિંહે કહ્યુ છે કે શાલિની તલવાર દ્વારા લગાવવામાં આવેલ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. શુક્રવારે (6 ઓગસ્ટ) મોડી રાતે હની સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પત્ની શાલિની તલવારના લગાવેલા ઘરેલુ હિંસાના આરોપો પર અધિકૃત નિવેદન જાહેર કરીને કહ્યુ કે હવે તે આ મામલે ચૂપ નહિ રહે કારણકે આ મામલે તેના માતા-પિતા અને નાની બહેનને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ઘરેલુ દૂર્વ્યવહાર અને બેવફાઈના આરોપો પર મૌન તોડીને હની સિંહે કહ્યુ કે તે પોતાની પત્ની શાલિની તલવાર દ્વારા પરિવાર પર લગાવવામાં આવેલા ખોટા અને દૂર્ભાવનાપૂર્ણ આરોપોથી દુઃખી અને વ્યથિત છે. આ સપ્તાહની શરૂઆતમાં હની સિંહની પત્ની શાલિની તલવારે રેપર સામે દિલ્લીની તીસ હજારી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે. શાલિનીએ વળતર રૂપે 10 કરોડની માંગ કરી છે.

20 વર્ષ સુધી મારી સાથી રહી અને હવે આવા આરોપ, દુઃખી છુ
હની સિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક લાંબી પોસ્ટ લખીને કહ્યુ કે, 'હું મારી પત્ની શ્રીમતી શાલિની તલવાર કે જે 20 વર્ષથી મારી સાથી રહી છે તેના દ્વારા મારા અને મારા પરિવાર પરના આરોપો અને દૂર્ભાવનાપૂર્ણ છે અને તેનાથી હું ખૂબ દુઃખી અને વ્યથિત છુ. શાલિનીએ જે આરોપ લગાવ્યા છે તે ગંભીર રીતે ઘૃણિત છે. મે ક્યારેય પ્રેસ નોટ કે અધિકૃત નિવેદન જાહેર નથી કર્યુ. ઘણી વાર મારા ગીતો, મારી તબિયત વિશે લગાવવામાં આવેલી અટકળો અને સામાન્ય રીતે નકારાત્મક મીડિયા કવરેજ અને ટીકા છતા મે ક્યારેય કંઈ નથી કહ્યુ. પરંતુ આ વખતે જે થઈ રહ્યુ છે તેના માટે હું ચૂપ નથી રહેવાનો.'

માતાપિતા અને નાની બહેનને નિશાન બનાવવામાં આવી રહી છે
હની સિંહે કહ્યુ કે, 'આ વખતે મારા ચૂપ રહેવાનો કોઈ અર્થ નથી રહેતો કારણકે અમુક આરોપોમાં મારા પરિવારને પણ શામેલ કરવામાં આવ્યા છે અને નિશાન બનાવવામાં આવ્યા છે. મારા વૃદ્ધ માતાપિતા અને નાની બહેન જેમણે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો છે તે મારી દુનિયા છે પરંતુ હવે તેમને પણ બદનામ કરવામાં આવી રહ્યા છે. માટે હું બધા આરોપોનો જવાબ આપીશ. આરોપ નિંદનીય અને બદનામ કરનારા છે.'

'દુનિયા જાણે છે કે પત્ની સાથે કેવો સંબંધ હતો મારે, મારા દિલની...'
હની સિંહે પોતાની નોટમાં આગળ કહ્યુ, 'જે લોકોએ તેમની સાથે કામ કર્યુ છે તે તેની પત્નીના તેની સાથેના સંબંધો વિશે જાણે છે. હું 15 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલુ છે અને દેશભરના કલાકારો અને સંગીતકારો સાથે કામ કર્યુ છે. સૌ કોઈ જાણે છે કે મારી પત્ની સાથે મારે કેવો સંબંધ હતો. તે એક દશકથી વધુ સમય સુધી મારા દિલની સૌથી વધુ નજીક રહી. મારી પત્ની હંમેશા મારી સાથે શૂટિંગ, કાર્યક્રમો અને મીટિંગોમાં આવતી હતી. બધાને ખબર છે કે અમારો સંબંધ કેવો હતો.'

હની સિંહે કહ્યુ - સચ્ચાઈ જલ્દી સામે આવી જશે
હની સિંહે આગળ કહ્યુ, 'હું બધા આરોપોનુ દ્રઢતાથી ખંડન કરુ છુ પરંતુ આગળ કોઈ ટિપ્પણી નહિ કરુ કારણકે કેસ ન્યાયાલય સામે વિચારાધીન છે. મને આ દેશની ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે અને મને વિશ્વાસ છેકે સચ્ચાઈ જલ્દી સામે આવી જશે. આરોપ હજુ સાબિત નથી થયા, આરોપ સાબિત થવાના બાકી છે અને માનનીય અદાલતે મને આ પ્રકારના આરોપોનો જવાબ આપવા માટે મોકો આપ્યો છે.'

હની સિંહે ફેન્સને કરી આ ખાસ અપીલ
પોતાની પોસ્ટમાં છેલ્લે હની સિંહે ફેન્સને અપીલ કરીને કહ્યુ કે, 'આ દરમિયાન હું વિનમ્રતાપૂર્વક પોતાના ફેન્સ અને જનતાને વિનંતી કરુ છુ કે તે મારા અને મારા પરિવાર વિશે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ ન કાઢે જ્યાં સુધી માનનીય અદાલત બંને પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો ન સંભળાવી દે. મને વિશ્વાસ છે કે ન્યાય કરવામાં આવશે અને ઈમાનદારીની જીત થશે. હંમેશાની જેમ હું પોતાના ફેન્સ અને શુભચિંતકોના પ્રેમ અને સમર્થન માટે આભારી છુ જેમણે અમને કઠોર મહેનત અને સારુ સંગીત બનાવવા માટે પ્રેરિત કરે છે. આભાર! યો યો હની સિંહ.'