For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હની સિંહના બચાવમાં આગળ આવ્યાં અનુરાગ કશ્યપ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જાન્યુઆરી : એક બાજુ ચારે તરફ પંજાબી ગાયક હની સિંહ અંગે હોબાળો મચ્યો છે, તો બીજી બાજુ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપે હની સિંહનો બચાવ કર્યો છે. અનુરાગે ટ્વિટર પર લખ્યું છે કે લોકોને હની સિંહના ગીતો સાંભળવા કોઈ મજબૂર નથી કરતું. વ્યર્થ હંગામો કેમ મચાવી રહ્યા છે લોકો? કોઈને દસ વર્ષ જૂના ગાળ માટે આપ દંડિત ન કરી શકો. હની સિંહ સાથે જે કરવામાં આવી રહ્યું છે, તે ખોટું છે.

Anurag Kashyap

હની સિંહ પણ પોતાના બચાવમાં કહી ચુક્યાં છે કે જે ગીતો અંગે હોબાળો મચ્યો છે, તે તેમણે નથી લખ્યાં. તેઓ તો પ્રજાની લાગણીનું સન્માન કરે છે. તેથી પ્રજાની વિરુદ્ધ તેઓ ન જઈ શકે. દિલ્હી ગૅંગ રેપના બનાવથી હું પોતે પણ આઘાતમાં છું. તેથી મેં ગુડગાંવનો શો રદ્દ કર્યો. મને પ્રજાએ બનાવ્યો છે અને હું પ્રજાની તોહીન કઈ રીતે કરી શકું.

આપને જણાવી દઇએ કે હની સિંહનું નામ હાલ ચર્ચામાં એટલા માટે છે કે તેમની વિરુદ્ધ અશ્લીલ ગીત ગાવા અને મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દ પ્રયોગ કરવાના આરોપસર લખનૌ ખાતે એફઆઈઆર નોંધાવાઈ છે. આ એફઆઈઆર પૂર્વ વરિષ્ઠ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા નોંધાવાઈ હતી.

અમિતાભ ઠાકુરનું કહેવું છે કે હની સિંહે અશ્લીલતા તથા અભદ્રતાની તમામ મર્યાદાઓ ઓળંગનાર મૈં હૂં બલાત્કારી... અને કેંદે પેચાયિયા... ગીતો લખ્યાં અને ગાયાં છે કે જે સમાજમાં ખોટી બાબતોને પ્રસારિત કરે છે. આ ગીતો અત્યંત અશ્લીલ, ઉત્તેજક તથા અભદ્ર હોવાના કારણે ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનાની શ્રેણીમાં આવે છે.

English summary
After FIR, Singer Honey Singh is innocent said Anurag Kashyap on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X