For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદોથી ઘેરાયેલ હની સિંહના ગીતને દસ લાખ હિટ્સ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જાન્યુઆરી : છેલ્લા બે દિવસોથી હોબાળો મચ્યો છે કે પંજાબી ગાયક હની સિંહ અશ્લીલ ગીતો ગાય છે. તેતી તેમના શો કૅંસલ કરો. તેમની વિરુદ્ધ કેસ પણ નોંધાઈ ગયું છે, પરંતુ એક બાજુ ભારતમાં લોકો હની સિંહનો વિરોધ કરી રહ્યાં છે, તો બીજી બાજુ ઇન્ટરનેટ ઉપર હની સિંહના ગીતો રેકૉર્ડ બનાવી રહ્યાં છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે 28મી ડિસેમ્બરના રોજ હની સિંહનું ગીત યુ ટ્યુબ ઉપર રિલીઝ થયું કે જે માત્ર 80 કલાકમાં 10 લાખ દર્શકોએ જોયું અને સાંભળ્યું. આ ગીતનું નામ છે ધિસ પાર્ટી ગેટિન હૉટ.

Honey Singh

એટલું જ જેમ આ ગીત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર અવતરિત થયું. તેને 10 લાખ કરતાં વધુ લોકોએ શૅર કર્યું કે જે શૅરિંગ લિસ્ટના ટૉપ ટેન ગીતોમાંનું એક બની ગયું. આ ગીત અત્યાર સુધી 150થી વધુ દેશોમાં જોવાયું છે. આ ગીત ભારતમાં યુ ટ્યુબ ઉપર સૌથી વધુ જોવાતું ગીત બની ગયું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં આ ગીત બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા તથા ન્યુઝીલૅન્ડમાં પાંચ સૌથી વધુ જોવાયેલ વીડિયોમાંનું એક છે. આપને જણાવી દઇએ કે હની સિંહનું નામ હાલ ચર્ચામાં એટલા માટે છે કે તેમની વિરુદ્ધ અશ્લીલ ગીત ગાવા અને મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દ પ્રયોગ કરવાના આરોપસર લખનૌ ખાતે એફઆઈઆર નોંધાવાઈ છે. આ એફઆઈઆર પૂર્વ વરિષ્ઠ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા નોંધાવાઈ હતી.

અમિતાભ ઠાકુરનું કહેવું છે કે હની સિંહે અશ્લીલતા તથા અભદ્રતાની તમામ મર્યાદાઓ ઓળંગનાર મૈં હૂં બલાત્કારી... અને કેંદે પેચાયિયા... ગીતો લખ્યાં અને ગાયાં છે કે જે સમાજમાં ખોટી બાબતોને પ્રસારિત કરે છે. આ ગીતો અત્યંત અશ્લીલ, ઉત્તેજક તથા અભદ્ર હોવાના કારણે ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનાની શ્રેણીમાં આવે છે.

English summary
Honey Singh song gets over 1 million views in 80 hrs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X