મર્યાદિત લોકો માટે જ કામ કરે છે હની : જુઓ કોણ-કોણ છે યાદીમાં?

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 8 ફેબ્રુઆરી : હરિફાઈના આ દોરમાં જ્યારે ઘણા ગાયકો એક જ સમયમાં ઘણા બધા કામોમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે રૅપર અને સંગીતકાર યો યો હની સિંહ બહુ વધારે કામ કરવાના સ્થાને બહેતરીન કામ કરવા ઉપર ધ્યાન આપવા માંગે છે.

હની સિંહે શુક્રવારે ટૉપ 100 સેલિબ્રિટી બ્રાન્ડ્સ નામના પુસ્તકના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું બહુ વધારે કામ કરવા નથી માંગતો. હું મર્યાદિત, પણ શ્રેષ્ઠ કરવા માંગુ છું. હની સિંહ માટે વર્ષ 2013 ખૂબ જ સફળતા ભર્યુ રહ્યું છે. ગત વર્ષે હની સિંહે હિન્દી સિને જગતને લુંગી ડાન્સ, પાર્ટી ઑલ નાઇટ અને હૉર્ન ઓકે પ્લીઝ જેવા જાણીતા તથા લોકપ્રિય ગીતો આપ્યા હતાં. તેમણે જણાવ્યું કે તેઓ હિન્દી ફિલ્મ જગતમાં કેટલાંક મર્યાદિત લોકો માટે જ કામ કરે છે.

તેમણે જણાવ્યું - હું પ્લેબૅક કલાકાર નથી અને ખૂબ જ મર્યાદિત લોકો માટે સંગીત આપુ છું. હું પોતે જ પોતાના ગીતનું સંગીત તૈયાર કરુ છું અને પોતે જ ગાઉ છું. હની સિંહે તાજેતરમાં જ સન્ની લિયોન અભિનીત રાગિણી એમએમએસ 2 ફિલ્મ માટે ચાર બોતલ વોડકા ગીત રેકૉર્ડ કર્યું છે. તેમણે જણાવ્યુ - જોકે હું બીજા ગીતકારો અને ગાયકો માટે પણ ગાઉ છું, પણ ગીતો અંગે મારી પસંદગી ખૂબ જ મર્યાદિત છે.

ચાલો તસવીરોમાં જોઇએ હની સિંહના હાલના લોકપ્રિય ગીતો સાથે જાણીએ કોણ-કોણ છે તેમની મર્યાદિત લોકોની યાદીમાં :

લુંગી ડાન્સ...

લુંગી ડાન્સ...

હની સિંહ એમ તો જાણીતા ગાયક હતાં જ, પરંતુ ગત વર્ષે ચેન્નઈ એક્સપ્રેસ માટે ગાયેલું લુંગી ડાન્સ ગીત ઝડપથી લોકપ્રિય બન્યું અને હની લાઇમલાઇટમાં આવી ગયાં. આ ગીત જોઈને કહી શકાય કે હનીની મર્યાદિતોની યાદીમાં રોહિત શેટ્ટી અને શાહરુખ ખાનનો સમાવેશ થાય છે.

પાર્ટી ઑલ નાઇટ...

પાર્ટી ઑલ નાઇટ...

હની સિંહે ગત વર્ષે બૉસ ફિલ્મમાં પાર્ટી ઑલ નાઇટ ગીત ગાયું અને આ સાથે જ અક્ષય કુમારને પણ હનીની મર્યાદિત લોકોની યાદીમાં જોડી શકાય છે.

હૉર્ન ઓકે પ્લીઝ...

હૉર્ન ઓકે પ્લીઝ...

હની સિંહે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ડેઢ ઇશ્કિયામાં હોર્ન ઓકે પ્લીઝ... ગીત ગાયું. હવે આ ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજ અને દિગ્દર્શક અભિષેક ચૌબે હતાં. એટલે હનીની મર્યાદિતોની યાદીમાં આ બંને પણ છે જ.

શાની શાની...

શાની શાની...

હની સિંહે યારિયાં ફિલ્મમાં ગાયેલું શાની શાની... ગીત પણ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ ફિલ્મ દિવ્યા કુમાર ખોસલાની હતી. એટલે સ્પષ્ટ છે કે દિવ્યા કુમાર પણ હનીની યાદીમાં સામેલ છે.

ચાર બોતલ વોડકા...

ચાર બોતલ વોડકા...

હની સિંહનું આગામી ગીત ચાર બોતલ વોડકા.. છે કે જે તેમણે એકતા કપૂર નિર્મિત અને સન્ની લિયોન અભિનીત રાગિણી એમએમએસ 2 માટે ગાયું છે. એ કહેવાની જરૂર નથી કે હનીની યાદીમાં એકતા-સન્નીનો પણ સમાવેશ થઈ ગયો છે.

English summary
Unlike other singers who love to work on multiple songs at a stretch, Rapper and music composer Yo Yo Honey Singh wants to focus on quality over quantity.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.